________________
૫૧૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શરીરનું તું રક્ષણ કર! અને હું પટ્ટહસ્તીના શરીરમાં પ્રવેશ કરી તેને સજીવન કરૂં–આ પરકાયપ્રવેશ-વિદ્યાને અજમાવી ખાતરી તો કરું ! )
રાજા વિક્રમે બ્રાહ્મણને પોતાના શરીરની રક્ષા કરવાનું પ્રત કરી, શરીરમાંથી નીકળી પટ્ટહસ્તીના શરીરમાં પ્રવેશ કર્યો. પટ્ટહસ્તી જીવતે થઈ ઉભે થયો. એના હરવા ફરવાથી બધા લે ખુશી થયા. જય જય શબ્દો થવા લાગ્યા. માંગલિક વા વાગવા માંડયાં. બધે આનંદ આનંદ થઈ રહ્યો.
રાજા વિકમનું શરીર બ્રાહ્મણની પાસે રક્ષામાં હેવાથી બ્રાહ્મણની વિચારશ્રેણી:: હવે પલટાઈ; “અરે બ્રાહ્મણના ખેળિયામાં આવી મેં શું સુખ દીઠું દુઃખ, દરિદ્ર, દોર્ભાગ્યથી મારું જીવન એળે ગયું. હવે તે સુખ મળે કદાચ! પણ સુખ શી રીતે મળે? " વિચાર કરતે વિપ્ર મનમાં ચમકયો; “અરે અત્યારે હું જ વિકમ બની જાઉ તો ? મારા સુખમાં કાંઈ ખામી આવે? આ મેરા વિશાળ રાજ્યનો હું જ સ્વામી ! અનેક રાણીઓનો સ્વામી ! વાહ, આવી તક કાંઈ ફરી ફરી મળવાની હતી? આ તક ગુમાવી તે થઈ રહ્યું. ફરી કયારે આવી તક આવશે ! હું પણ રજાની માફક અત્યારે મારી વિદ્યા અજમાવું. આવું મુહૂર્ત કરીfકયારે આવવાનું હતું તે ! રાજા પટ્ટહસ્તી થઈ ગયે તે હવે હું રાજા થાઉ!”
એ વિમે પિતાના શરીરમાંથી રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. રાજા વિક્રમ ઉભે થઈ નગરમાં આવ્યું. રાજમહેલમાં આવી મંત્રીઓ અને રાણીઓને મળે. રાજાની આવી ચેષ્ટા જોઈ મંત્રીઓ અને રાણીએ વિચારમાં પડી ગયાં.
“આ શું થયું ? રાજાજી તે બદલાઈ જ ગયા. અજાણ્યાં સ્થાનકની માફક અતડા રહે છે. પહેલાંના આ