________________
પ્રકરણ ૬૩ મું
૫૨૮ “આ જગતમાં દુર્લભમાં દુર્લભ મનુષ્યજન્મ પામીને જેણે દીન, અનાથ, દુ:ખી અને નિરાધાર જનેને ઉદ્ધાર કર્યો નથી, પોતાની સમાન ધર્મ પાળવાવાળા સાધમિક ભાઈઓની ભક્તિ કરી નથી, અને રાગદ્વેષ ક્ષય કર્યા છે એવા વીતરાગ પ્રભુને હૃદયમાં ધાર્યા નથી એ પુરૂષ નરભવ હારી ગયું છે એ નિ:સંદેહ સત્ય છે. દયા એ ધર્મનું મૂળ છે. દયા વગર કયારેય ધર્મ થઈ શક્ત નથી. જીવદયા માટે શાસ્ત્રમાં અભયદાન એ મોટામાં મોટું દાન કહેલું છે. અભયદાન અને સુપાત્રદાન એ બને તે મોક્ષને આપનાર છે. એ બને દાનનું ફલ મેક્ષ છે. તે સિવાયનું અન્ય ફળ તે પ્રાસંગિક ફળ ગણાય. અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એ ત્રણ દાન ભેગફળને આપનારાં છે. આમ દાનના શાસ્ત્રમાં પાંચ પ્રકાર કહેલા છે.
આ દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારરને ધર્મ આરાધી પ્રાણુએ ભવસાગર તરી જાય છે; એટલું જ નહિ પણ રાજા અરિમર્દનની માફક આ ભવમાં અપૂવ સમૃદ્ધિ પામે છે.”
સિદ્ધસેન દિવાકરસૂરિ અવતમાં રાજા વિક્રમની આગળ અપૂર્વ ધર્મદેશના સંભળાવી રહ્યા છે. રાજા વિક્રમ તેમજ અન્ય શ્રોતાઓ એ જીનવાણીનું અતૃપ્ત નયને પાલન કરી રહ્યા છે. અવંતીપતિ મહારાજા વિક્રમ હવે વૃદ્ધ થઈ ગયા છે. એ જુવાનીનું નુર, અપૂર્વ સાહસ, સમુદ્રના ઓટની જેમ હવે ઓસરવા લાગ્યાં છે. તેથી મહારાજા વિકમ વિક્રમચરિત્રને રાજ્યનાં કેટલાંક કાર્યો ભળાવી પોતે ધમમાગ તરફ અધિક લક્ષ્ય આપતા જતા હતા, અને કાળના વહેવા સાથે મહારાજે હવે અહેરાત્રીના કાર્યમાં ધર્મને
૩૪