________________
૫૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તેડી ગયા; શાહુકારની દુકાને પેલું મૃતક બતાવ્યું, શાહુકારે પણ કહ્યું, “અરે પરદેશી ! આ મૃતક સ્મશાને મૂકી નાહીજોઇ મારે ઘેર ભજન કરવાને આવજે.” ભીમે વિચાર કર્યો, “ચાર જણ કહે તે માનવું.” એ અત્યારે પહેલી બુદ્ધિની પરીક્ષા થતી હતી. એ પહેલી બુદ્ધિના પૈસા હલાલ કરવા, ભીમ મૃતકને ઉપાડી સ્મશાનમાં ચાલ્યા ગયે. સ્મશાનમાં એ મૃતકને નાખીને એના વસ્ત્ર તપાસવા લાગ્યા, તે કમરમાં ચાર દિવ્ય રત્ના સંતાડેલા જોવામાં આવ્યાં. તે રત્નોની પોટલી લઈ શજી થતો નદી ઉપર સ્નાન કરવાને ચાલ્યો. નદીના કાંઠે કેટલાક સ્નાન કરતા હતા, કેઈ લુગડાં ધોતા હતા, કેટલીક સ્ત્રીઓ પાણી ભરતી હતી, તે જોઈ બીજી બુદ્ધિ યાદ આવી, “ આરે છેડીને સ્નાન કરવું. » જેથી તે બીજી બાજુ જઈ નિર્જન સ્થાનકે સ્નાન કરવા માટે રત્નની પિટલીને એક સ્થાનકે એણે સંતાડી. પછી સ્નાન કરી શુદ્ધ થઇ ભીમ વણિક પેલા શાહુકારને ત્યાં ભજન કરવાને આવ્યું. શાહુકાર એ ભીમને લઈ પોતાને ઘેર ગયે, ભજન કરવાની તૈયારી કરે છે એટલામાં ભીમને પેલાં રન્ને યાદ આવ્યાં. શાહુકારને જરી થોભવાનું કહી તે તરત જ તીરની માફક વછુટયો. પોતે જ્યાં સ્નાન કરતે હતો ત્યાં આવી જે ઠેકાણે રત્નની પોટલી મુકી હતી ત્યાં તપાસ કરી તો પાટલી ત્યાં જ પડેલી હતી, તે લઈને શેઠને ઘેર જમવા તે પહોંચી ગયો. આરે છોડીને એણે સ્નાન કરેલું હોવાથી ત્યાં માણસની પગરવટ-આવજા નહિ હેવાથી એનાં રત્નો એમનાં એમ પડી રહ્યાં હતાં.
શેઠને ત્યાં ભજન કરી અને બુદ્ધિની પરીક્ષા થવાથી મનમાં ચમત્કાર પામેલે ભીમ નગરમાં અનેક કૌતુક જોતે આગળ જવાને વિચાર કરતા હતા, પણું એકલા જવાને