________________
૫૪૧
પ્રકરણ ૬૪ મું આવે તે પહેલાં તું તારા ઘરની સાર સાર વસ્તુઓ તેમજ સ્ત્રીને માળ ઉપર ચડાવી દેજે, ને પછી નિસરણી ત્યાંથી ઉપાડી લેજે. શરત પ્રમાણે શ્રીદત્ત તારે ઘેર આવી તારી સ્ત્રીને ધશે. તે માળ ઉપર હેવાથી તે તેનાથી લઇ શકાશે. નહિ; માટે તે સ્ત્રીને ઉતારવા માટે નિસરણને ઉપાડી દાદરે મૂકે કે તરત જ તારે કહેવું કે આપણું શરત પ્રમાણે આ નિસરણું લઈને તમે હવે વિદાય થઇ જાવ ! શરત પ્રમાણે તમે પહેલેથી જ નિસરણું ઉપાડી છે માટે તે લઈ જાવ.” બુદ્ધિધનની આ બુદ્ધિ ગ્રહણ કરી ભીમ ચંદ્રપુરમાં આવ્યો. બીજે દિવસે ઘરની સાર સાર વસ્તુઓ માળ, ઉપર ચડાવી રૂપવતીને પણ કઈ ચીજ લેવાને બહાને માળ ઉપર ચડાવી દાદરે ચડવાની નિસરણું ખસેડી નાખી. ભીમ રાજા તથા શ્રી દત્ત વિગેરેને તેડી લાવ્યું, ને શ્રીદત્તને ગમે તે ચીજ હાથ કરવા કહ્યું.
શ્રીદત્ત પણ તેનું ખાલી ઘર જોઈ વિચારમાં પડે. ઉપર રહેલી રૂપવતી પણ ખુખારા કરતી પોતાની જાતને બતાવવા લાગી. માળ ઉપર રૂપવતીને જોઈ શ્રીદત્ત ચમકે. એ બન્નેની દુષ્ટ ચેષ્ટા ચતુર ભીમ પામી ગયે. શ્રીદત્ત પણ માળ ઉપર ઉભી રહેલી સ્ત્રી રૂપવતીને હાથ કરવા માટે ઉપાય ચિંતવવા લાગ્યું. એની નજર તરત જ નિસરણું ઉપર પડી. શ્રીદત પિતાના બન્ને હાથે નિસરણીને ઉપાડી, દાદર પાસે લાવી ત્યાં ગોઠવીને ઉપર ચડવા જાય છે ત્યાં ભીમે તેને અટકાવ્યો; “સબૂર! આપણુ શરત પૂરી થઈ છે. શરત પ્રમાણે તે પ્રથમ આ નિસરણુ બે હાથે ઉપાડી, માટે તે નિસરણુ લઇને રસ્તે પડ ! ”
ભીમની આ યુક્તિથી રાજા વગેરે દીગ થઈ ગયા. શ્રીદત્ત પણ આ થઈ ગયે.