________________
I
૫૬૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય " “ અરે, દુનિયા ઉપર એની હયાતી હતી તે આ સેવકે જરૂર એની હકીક્ત જાણુત, પણ હવે એમને પરિ. શ્રમ વ્ય ગયે; મારૂં વૈર્ય હઠી ગયું, જે એ નગરીની ભાળ ન મળે તે મારે જીવિતનું પણ શું પ્રજન છે?”
“મહારાજ! છ માસ પર્યત આપ રાહ જુએ ! પૃથ્વી ઉપર ભમીને એ નગરીની ભાળ આપને હું જણાવીશ, અન્યથા છ માસ પછી આ૫ મનધાયુ” કરશે, પણ હાલ ઉતાવળ કરી સાહસ કરવું નહિ. વગર વિચાર્યુ સહસા કામ કરવાથી માણસને પશ્ચાત્તાપ કર પડે છે અને એને ડગલે ને પગલે આપત્તિઓ આવે છે. વિચારીને કામ કરવાથી માણસનાં કામ સિદ્ધ થાય છે. લક્ષ્મી સહેજે સહેજે એને પ્રાપ્ત થાય છે. ભીમવણિકની માફક બીજાની સલાહ માનવાથી કાર્ય સિદ્ધ થાય છે.'
પ્રકરણ ૬૪ મું.
બુદ્ધિની પરીક્ષા “ભાઈ ! તમારી દુકાનમાં તમે શું શું વેચે છો ?” એક ભીમ નામને વણિક રમાપુરનગરથી ફરતે ફરતે શ્રીપુરનગરમાં બુદ્ધિધન શ્રેણીની દુકાને આવીને બેલ્ય.
બુદ્ધિધન શ્રેષ્ઠી એ પરદેશી મુસાફરને જોઈ બે, “તમારે શું જોઈએ ? ”
“મારે ? કઇ ખાવાપીવાનું રાખે છે? પિટને ખાડે પૂરાય તેવું કાંઇ છે? ભૂખ્યાને વળી બીજુ શું જોઈએ? ” પેટ ઉપર હાથ ફેરવતે એ મનુષ્ય બો .
“ખાવાનું જોઈતું હોય તો આગળ જાઓ !” શ્રેષ્ઠી