________________
પ્રકરણ ૨ મું
૫૭ એ પુરૂષનાં વચન સાંભળી રાજા વિસ્મય પામે. મંત્રીઓ સાથે રાજા એ પુરૂષને લઈ અંતઃપુરમાં અ .
એ પુરૂષે રાજાને અંતઃપુરમાં જઈ પિતાની પ્રિયાને પકડી લીધી. મત્રી અને રાજાને બતાવતાં તે બોલ્ય, “જુઓ રાજન ! આ મારી પત્ની કે નહિ?
મત્રી અને રાજા એની પત્નીને જોઈને આશ્ચર્ય પામ્યા, ત્યારે બળી મરી તે કેણ? એ તે ત્યારે સ્વમા જેવી વાત બની ગઈ કે શું !
“રાજન! ખોટી રીતે મારી સ્ત્રીને છુપાવી મને ઠગવા માગતા હતા કે તમારા જેવાને પરનારી સહેદર જાણું મેં મારી સ્ત્રી સોંપી, તે તેની ઉપર જ તમે તમારી નજર બગાડી. વાહ રાજન !”
એ પુરૂષનાં વચન સાંભળી રાજા શરમિંદો પડી ગયે; અધોવંદન કરીને ઉભે રહ્યો. પિતે એ પુરૂષ અગળ જાડે પડયે એથી રાજાને બહુ લાગી આવ્યું, “આ શું?”
વિલખા થયેલા રાજા અને મંત્રીઓ વિચારમાં ઉભા છે ત્યાં તો અજાયબી-આશ્ચર્ય ! ન મળે એ પુરૂષ કે ન મળે તે સ્ત્રી !
રાજસભામાં ઉભેલા રાજા અને મંત્રીઓ આગળ પિલ વિતાલિક સહુશા પ્રગટ થઈ , “મહારાજ! જરા પણ વિષાદ ન કરે ! આ બધી મારી ઈન્દ્રજાળ તમને બતાવવા માટે હતી. બાકી નથી તે દેવદાનવનું યુદ્ધ થયું કે નથી કેઈ તમારી પાસે પલ્લી મુકી ગયું. પણ મારી ઇન્દ્રજાળથી એ બધું તમને દેખાયું. રાજન ! એ રીતે તમને મેં એક આશ્ચર્ય બતાવ્યું. »
વિતાલિકની આ અદ્ભુત લીલા-આશ્ચર્ય જોઈ રાજા અતિ પ્રસન્ન થયા. પાંડય દેશના રાજાને જીતતાં જે બધું