________________
પ્રકરણ ૬૨ મું
પ૨૩ આકાશ તરફ મીટ માંડીને જેવા લાગી, “અરે, દેવ અને દાનવનો ભયંકર સંગ્રામ શરૂ થયે! ” અકસ્માત ૨ાજસભામાં રાજાની આગળ એક પુરૂષના હાથ પડયા. આખી સભાના આશ્ચર્ય વચ્ચે થોડી વારે તેના પગ પડ્યા. તે પછી થોડી વારે એના શરીરનો બીજો ભાગ પડે. રાજા વિક્રમ અને સભા આશ્ચર્યથી જેતે જોતે એ પુરૂષનું મસ્તક પડયું ને સભામાં ગમગીની વ્યાપી ગઈ “અરે, આ પુરૂષ બિચારો મરી ગયા. પિતાના સ્વામીની વતી લડતાં લડતાં આ સ્વામીભક્ત પુરૂષે પિતાનું બલિદાન આપ્યું, પણ બિચારી એની પત્નીનું શું?”
પિતાના સ્વામીને મરણ પામેલા જાણું એ સ્ત્રી રાજસભામાં દોડી આવી કલ્પાંત કરવા લાગી , “અરે રાજન! તમે તે મારા ભાઈ જેવા છો, મારા પતિ તે યુદ્ધમાં દૈ સાથે લડતાં માર્યા ગયા છે. હવે પતિ વિનાની સ્ત્રીને તે પતિ સિવાય અગ્નિનું જ માત્ર શરમ છે; માટે હે રાજન ! મારા પતિ સાથે હું હવે કાષ્ઠભક્ષણ કરીશ. માટે તમે મને એ પવિત્ર કાર્યમાં સહાય કરનારા થાઓ.
સીની સતી થવાની અભિલાષા જાણ રાજા વિકમે એને સમજાવવા માંડી, “અરે સ્ત્રી ! પતિને પછવાડે અગ્નિમાં બળી મરી જીવનને બરબાદ કરવા કરતાં તું તારે પતિની પાછળ ધર્મસાધન કર. દીન, દુ:ખી અનાથને દાન આપી. પોપકાર કરવામાં તત્પર થા, કે જેથી તારા આમાનું કલ્યાણ થાય.”
રાજાનો ઉપદેશ તે સ્ત્રીએ માન્ય કર્યો નહિ, “મહારાજ! પતિની હયાતીમાં જ એ બધું સતી કરી શકે છે. પતિના મરણ પછી તે સતી એની સાથે અગ્નિમાં જ બળી. કરે છે. પતિની ગતિ એ જ સતીની, રાજન ! )