________________
પ્રકરણ ૬૨ મું
પરી સપડાયા છતાં પિતાની દુર્જનતા છોડે તેવા તે નથી હોતા, કારણકે જગતમાં કોઈ સ્વભાવનું ઔષધ હેતું નથી. સારા અગર દુષ્ટ પ્રાણીના જે સ્વભાવ હોય છે, તે તેના મૃત્યુ સુધી પ્રાયઃ કાયમ જ રહે છે. રાજા વિક્રમની
આવી અપૂર્વ ઉદારતાથી કોણ આશ્ચર્ય નહિ પામે ? પિતાને ખરા દુમન-શત્રુ પ્રત્યે પણ રહેમ નજર રાખી તેને જીવતદાન આપવું તે આ લેક અને પરલોકને હિતકારી તે જરૂર કહેવાય.
“જસા પાણુક બુદબુદા, જેસી વેલંકી ભીત, જેસા નીચકા આશા, તૈસી દુર્જનકી પ્રીત.”
પ્રકરણ ૬૨ મું
આશ્ચર્ય परोपकारः कर्त्तव्यः, प्राणैः कंठगतैरपि । परोपकृतितोऽमुत्र, परत्र च सुखी भवेत् ॥
ભાવાર્થ –કકે પ્રાણ આવે ત્યાં સુધી પણ માણસે પરોપકાર કરે જોઈએ, કારણકે પરોપકાર કરનાર માણસ આ ભવમાં અને પરભવમાં સુખી થાય છે.
રાજા વિક્રમ સભા ભરીને રાજસભામાં બેઠે હતો તે સમયે વિદ્યાશક્તિને જાણકાર કોઈ વૈતાલિક રાજસભામાં આવી રાજાની સન્મુખ ઉભો રહ્યો, અને રાજાને ચાતુર્ય ભરેલે આશીર્વાદ આપ્યો
રાજાએ પૂછયું, “કયાંથી આવ્યો છે? કેમ આવ્યો છે ? "
રાજાના પ્રશ્નના જવાબમાં વૈતાલિક બોલ્યો, “હે રાજન! તમને કઈક આશ્ચર્ય બતાવવા આવ્યો છું. તમે સાવધ