________________
૫૨૦.
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય રાજા ત્યાંથી નીકળીને તરત જ પોતાના શરીરમાં દાખલ થઈ ગયે. રાજાને પોતાના મૂળ સ્વરૂપમાં ઓળખી, સત્ય, સાહસ, પરાક્રમ અને ઔદાર્યથી મંત્રીઓ જાણી ગયા કે રાજા વિકમ આ પોતે જ છે.
મંત્રીઓએ રાજાને ખુલાસો પૂછવા કહ્યું કે “હે મહારાજ! આ બધું શું બની ગયું ?”
રાજા વિક્રમે પરકાયપ્રવેશ-વિદ્યાનો અને આ શુકના શરીરમાં દાખલ થયેલા વિપ્રો બધો સંબંધ મંત્રીઓ આગળ કહી સંભળાવ્યો.
રાજાએ શુકને પકડીને તાડના કરતાં કહ્યું, “ દુરાશય! પાપી! બોલ? તને શી શિક્ષા કરું? તારી ઉપર ઉપકાર કરી તેને પરકાયપ્રવેશની વિદ્યા અપાવી તેને બદલે તેં મને સારે આપે.”
રાજા વિક્રમે ઉપકાર ઉપર અપકાર કરનાર શુક ઉપર દયા લાવી તેને છોડી દીધે. શુક રાજાના હાથમાંથી મુક્ત થતાં વનમાં ચાલ્યો ગયો. અંતઃપુરની રાણીઓ પણ રાજાની વાત સાંભળી ચમત્કાર પામી અને પિતાના પતિને ઓળખી ગઈ. - પરકાયપ્રવેશની વિદ્યાને જાણનારા રાજા વિક્રમાદિત્યે, પરોપકારમાં રસિક હોવાથી વેગી પાસેથી એ વિદ્યા વિપ્રને અપાવી પિતાની પોપકાર ઉદારવૃત્તિ સિદ્ધ કરી બતાવી. ને પિતાને અપકાર કરનાર થશે એમ જાણવા છતાં પણ એવા દુજેન ઉપર ઉપકાર કરે અથવા તે ઉદાર થવું એ નરી સજનતાની અવધી નહિ તે બીજું શું ?
છતાંય સજ્જનો–ઉદાર પુરૂષે જેમ પોતાની ઉદારતા છોડતા નથી, પોતાનાં પરોપકારી કૃત્ય કરતાં જેમ અટકતા નથી, તેમ દુર્જનો પણ કયાં પાછા પડે તેમ છે? સાણસામાં