________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
ભાવાર્થ:-—મદાન્મત્ત હાથી તાપથી તપેલા, વૃક્ષની નીચે આવી તેની છાયામાં શાંતિ પામે છે—વિશ્રામ લે છે. વિશ્રામ લીધા પછી તે હાથી એ વૃક્ષને જ ભાગી નાખે છે; તેવી જ રીતે નીચ પુરૂષા પણ જેણે આશ્રય આપેલા હાય તેના જ નાશ કરી નાખે છે.
૫૧૪
16
“ હે બ્રાહ્મણ ! તું ક્યાંથી આવે છે? કેમ આવ્યા છે? શું કાંઈ આશ્ચર્યની વાત લાવ્યેા છે ? ” એક દિવસે રાજસભામાં આવેલા એક બ્રાહ્મણને રાજાએ પૂછ્યું: મહારાજ ! કૃપાનાથ ! અનેક તીર્થો જેવાં કે ગગા, ગામતી, ગાઢાવરી, કાશી, પ્રયાગ વિગેરે સ્થાન ફરતા ફરતા આવ્યા . તીર્થાની સેવા કરતાં મેં એક અદ્ભુત ચોગીત એક સ્થાનકે જોયો !” પેલા રાજસત્તામાં આવેલા વિપ્ર રાજાની સામે બેયા,
“ તે યાગી શું કાંઈ ચમત્કાર જાણે છે?” રાજાએ
પૂછ્યું.
“ હા, અવતીરાજ ! પકાય પ્રવેશ-વિદ્યાને જાણનારા અને પર્વતની ગુફામાં રહેલા એ ચાગીની મેં છ માસ સુધી અદ્ભુત સેવા કરી, પણ ચેાગી મારી ઉપર પ્રસન્ન થયા નહિ અને મને એ પ્રકાયપ્રવેશ-વિદ્યા આપી નહિ. માટે હે કૃપાળુ ! તમે દાતાર છેા, પરદુઃખભંજન છે, તે યોગી પાસેથી એ વિદ્યા મને અપાવી મારૂ દુઃખ ભાગા ! ”
વિપ્રની વાત સાંભળી રાજા એનું દુઃખ ભાગવા તૈયાર થયા. ભટ્ટમાત્રને રજ્ય ભળાવી રાજા પેલા વિપ્રની સાથે પર્વતની ગુફામાં એ સિદ્ધ યોગીરાજ પાસે ગયો. રાજાએ યોગીની સેવા ચાકરી કરી. વિનય, ભક્તિ અને મધુર વચનથી રાજાએ યોગીને પ્રસન્ન કર્યાં. રાજાની સેવાથી પ્રસન્ન ને યોગી ખેલ્યો, “ હેનરેાત્તમ! મારી પાસે