________________
૪૮૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શ્રીપુર નગરની બહારના ઉદ્યાનમાં ભીમ રાજાએ રમણ્ય મહેલ બંધાવી અબલાને ત્યાં સખીઓના પરિવાર સાથે રાખેલી હતી, તેમજ ત્યાં ચેકીપહેરાની બરાબર વ્યવસ્થા કરી હતી. સિદ્ધ કરેલા એડકે નામના એક રાક્ષસને અબેલા રાણુના મકાનના દરવાજે રાજાએ ચેકી કરવાની સૂચના કરી હતી. અબેલારાણિને બોલાવવા અનેક જણ આવતા, અનેક પ્રયાસ કરતા પણ અબોલારાણુને નહિ બોલાવવાથી નિરાશ થઈ પાછા જતા હતા. મનમાં અનેક હોંશ ધરીને આવતા, પણ કેઈની હોંશ પૂરી થતી નહિ.
ભટ્ટમાત્ર આ શ્રીપુરનગરની અપૂ સુંદરતા અને શોભા જેઈ આશ્ચર્ય પામ્યું. એના મહેલો અને એનાં મકાનો અદ્દભુત હતાં. લેકે દેવતાની માફક સ્વરૂપવાળા અને સુખી તેમજ વૈભવવાળા હતા. સ્ત્રીઓ પણ દેવાંગનાઓનો તિરસ્કાર કરે એવાં મનોહર રૂપને ધારણ કરનારી હતી. નગરીની શોભા જેતે ભક્માત્ર બજાર, ચોક વિગેરે જઈ રહ્યો. અનેક મનોહર તરિયાં તરણુ દરેક મકાને મકાને જોઈ ભમાત્ર આશ્ચર્ય પામ્યો. એક ઠેકાણે તોરણ ઉપર બેઠેલું પિલું શુક યુગલ જોઈ ભટ્ટમાત્ર વિચારમાં પડયો, “આ શુકયુગલ તે અવંતીમાં જોયું હતું તે કે નહિ?” ભમાત્રને જઈ પેલે શુક પિતાની શુકી પ્રત્યે તે બોલ્યો, “હે પ્રિયે! અવંતીમાં મેં તને જે પુરીનું વર્ણન કહેલું હતું તે જ આ પુરી શ્રીપુરી! કેમ તેના કરતાં સુંદર છે કે નહિ? ” શુકનાં વચન સાંભળી ભમાત્રનો સંદેહુ દૂર થયો. જે માટે પોતે નીકળ્યો હતો તે કાર્ય સિદ્ધ થવાથી ભમાત્રને સંતોષ થયો.
શ્રીપુરનગરને બરાબર નિહાળી ભટ્ટમાત્ર નગરીની બહાર ચકેશ્વરીના મંદિરમાં આવ્યો. ચકેશ્વરી માતાને નમી