________________
પ્રકરણ ૫૯ મું
૪૯૭ વન કરી દીધી. પ્રાત:કાળે આ ચારે જણું એને પરણવાને ઘેલા થયેલા લડવા લાગ્યા, તો હે ઘોડા ! કહે એ ચારે. માંથી એ કન્યા કોને પરણે?”
“તે હું જાણતું નથી.” ઘરે બોલ્યો.
રાજાએ કહ્યું, “જે જાણતું હેય છતાં ન બોલે તેને સાત ગામ બાળ્યાનું પાપ લાગે!” રાજાના સેગંદથી ભય પામેલી અબોલારાણુ (સુરસુંદરી) બીજી વખત બેલી, “રાજન! કાષ્ટ લાવીને જેણે પૂતળી બનાવી તે તો પિતા થયો, જેણે વસ્ત્ર પહેરાવ્યા તે ભાઈ થયો, ને જેણે સજીવન કરી તે ગુરૂ થયો; પણ જેણે સુવર્ણનાં આભૂપણ અલંકાર પહેરાવ્યા તે જ પતિ થાય.”
બરાબર છે. ઈન્સાફ પણ તે જ સાચું કહેવાય, અને તે બાળા પેલા સેનીની જ પત્ની થઇ. રાજાએ એ રીતે અબેલારાણુને ” બીજી વાર પણ આ રીતે વાત કરી બેલાવી. - રાત્રીના બે પહેર ખલાસ થયા હતા, તેમજ ત્રીજો પ્રહર શરૂ થતો હતો, તે સમયે રાજાએ સામે પડેલા ભદ્રાસનને ઉદ્દેશી કહ્યું, “અરે ભદ્રાસન ! દીપક અને ઘેડાની માફક હવે મારી વાતને સાંભળતાં વચમાં તું જ હોંકારે આપીશ ને ?
રાજાની વાત સાંભળી ભદ્રાસનમાં વિતાળ પ્રવેશ કરીને બેલ્યો, “હા, મહારાજ ! બીજું કાંઈ હું જાણતું નથી, પણ હોંકારે તે જરૂર આપીશ.'
રાજકન્યાને સંભળાવતે રાજા વિક્રમાદિત્ય બોલ્યો –
વિક્રમપુર નગરમાં સેમ અને ભીમ નામના બે મિત્ર રહેતા હતા. ક્ષીર અને નીર જેવી બન્નેને શુદ્ધ પ્રીતિ હતી. એક દિવસે સેમ અધપુર નગરમાં પરણ્યો, પણ એની સ્ત્રી સાસરે આવતી નહિ. ઘણું દિવસ પછી સેમ ધશુરને
૩૨