________________
પ્રકરણ ૫૯ મું
૪૯૫ કરતે હતો ને ભિક્ષા લાવી તેમાંથી જે પિંડ આપતે હતે તે જ એનો પતિ થાય. રાજસભામાં ન્યાય પણ એ જ થાય! વળી સાથે સાથે પ્રશ્નના ઉત્તરમાં કન્યાએ વધુમાં જણાવ્યું કે, “જે હાડકાં નાંખવાને ગંગા તરફ ગયો એ તે પુત્ર થયો, જેણે ચૂર્ણનો ઉપયોગ કરી છવાડી તે પિતા થયો, ને જે સાથે બળીને સાથે ઉત્પન્ન થયો તે ભાઇ થયો; માટે પિંડ દેનાર જ એનો પતિ થાય.” આમ સુરસુંદરી એક વખત બોલીને મૌન થઈ ગઈ.
બાળા! બરાબર છે તારું કહેવું સત્ય છે. ન્યાયથી ગાવિત્રી પેલા પિંડ દેનારની જ પની થાય. અને રાજસભામાં ઇન્સાફ પણ એ જ પ્રમાણે થયો.
એક વખત કન્યાના બોલવાથી રાજાને સતિષ થયો. હવે બીજી વાર બેલાવા માટે રાજાએ બીજી કથા - કહેવી શરૂ કરી, પણ હોંકારે કોણ આપે? એકનો એક દીપક હોંકારે આપીને થાકી ન જાય?”
“જે જેના મનમાં રૂચે, તે જ રૂપાળી નાર, મન લાગ્યા વિણ માનુની, ગમે નહિ જ લગાર.” - પ્રકરણ ૫૯ મું
અબોલારાણી આભા મંડલમાં વીજળી, વન મંડળમાં મેર; ઘર મંડળમાં સ્ત્રી વળી, મુખ મંડળ તબલ.”
રાજા વિક્રમાદિત્ય ત્યાં ચિત્રામણમાં ચિત્રેલા છેડા ઉપર નજર નાખીને બોલ્યો “અરે ઘેડા! તું મને હોંકારે આપીશ ને! )
“હે ભૂપતે ! કથા કરવાની હું જાણતો નથી, પણ તમને હોંકારે તે જરૂર આપીશ.” બધાને અજાયબી પમાડતે ઘેડો બોલ્યો, ને રાજાની વાતમાં હોંકારો દેવા લાગ્યો.