________________
૫૦૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રાતકાળે લગ્ન થયા પછી રાજાએ વરને ભેજન માટે જ્યારે આમંત્રણ કર્યું ત્યારે રાજા વિકમે ચકેશ્વરીની પૂજા કરવાની પોતાની પ્રતિજ્ઞા કહી સંભળાવી. અબોલારાણુ સુરસુંદરીને પણ પ્રતિજ્ઞા હેવાથી બન્ને જણે વાત્રના નાદ સાથે સવાલાખ સવાલાખ દ્રવ્યથી ચકેશ્વરીની પૂજા કરી. ચકેશ્વરી દેવીને નમી ભાવથી બન્નેએ સ્તુતિ કરી, દેવીભક્તિ પૂર્ણ કરી. આડંબરપૂર્વક પોતાને સ્થાનકે આવીને રાજાએ પ્રિયા સહિત ધશુરગૃહે ભેજન કર્યું.
અબેલારાણું સાથે કેટલાક દિવસ ત્યાં રહીને પછી ધશુરની રજા લઈ રાજા વિક્રમાદિત્ય અબેલારા સાથે પિતાના નગરમાં આવ્યું. ને અબેલાણને પરણ્યાનો રાજયમાં મહત્સવ કર્યો. અવંતીમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો. અબોલારાણીને રહેવા માટે સાત ભૂમિકાવાળે મોટે મહાવાસ તૈયાર કરાવીને તેમાં અબેલારાણી સાથે સુખ ભેગવતાં પિતાને કાલ દેવતાની માફક સુખમાં વ્યતીત કરવા લાગ્યા.
રાજા એક દિવસે રાજસભામાં બેડે હતો ત્યારે કોઈક વણિકે રાજસભામાં પ્રવેશ કરી રાજાને એક મણિભેટ આપે. દિવ્ય મણિને જોઈ રાજાએ પૂછયું, “આ મણિ તું કયાંથી લાવ્યું છે? »
રાજાના જવાબમાં વણિક બોલ્યો, “ખેતરને ખેડતાં પૃથ્વીમાંથી આ દિવ્ય મણિ મને હાથ લાગે છે.
રાજાએ સભામાં એની કિંમત કરાવી, પણ કોઈ આ મણિની કિંમત કરી શક્યું નહિ. મેટામોટા ઝવેરીએ પણ આ મણિની કિંમત ન કરી શકવાથી રાજાએ કહ્યું, “હું બે દિવસમાં એની કિંમત કરીશ.” એમ કહી મણિ રાજભંડારમાં મુકાવી રાજા અગ્નિવેતાળની સહાયથી પાતાલમાં બેલી