________________
૪૯૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ડવિજય
ગામ ગયો, પણ તેની પ્રિયા સાસરે આવી હુિ. જેથી સામે પોતાના મિત્ર ભીમને વાત કરી; કારણકે સુખદુ:ખની વાત મિત્રને કરી શકાય છે. આપવું અગર લેવુ, ખાનગી વાત સાંભળવી અગર કહેવી, મિત્રને જમાડવા અગર તેને ઘેર જમવા જવું, એ છ ખાખા જગતમાં પ્રીતિને વધારનારી છે. પેાતાનો મિત્ર કાંઈક સારી સલાહુ આપે તે માટે સામે ભીમની સલાહ લીધી.
આમ સંતલસ કરી એક દિવસે પાછા સામ અને ભીમ અન્ને મિત્રો સોમના ધર તરફ ગયા; સામના સસરાના ગામ નજીક કોઈ ભટ્ટારકા દેવીના મંદિર આગળ આવ્યા, ભીમ દર્શનને બહાને અંદર આવી દેવીને નમીને એલ્યો; “ હે માતા ! જો મારા મિત્રની પત્ની અમારી સાથે મારા મિત્રને ગૃહે આવશે તે હું મારા મસ્તકથી તારી કમળપૂજા કરીશ.
પછી તે અન્ને મિત્રો શ્વસુરના ગામ આવ્યા. સામના સસાએ બન્નેનો આદરસત્કાર કર્યાં. સામની પ્રિયા પણ ખુશી થયેલી તેમની સાથે સાસરે જવાને તૈયાર થઇ. ભીમનાં યુક્તિ યુક્ત વચન સાંભળી મિત્રપત્ની રાજી થઇ. શ્વસુરના ઘેરથી એક ગાડું જોડાવી તેમાં પત્નીને બેસાડી સામ ભીમ સાથે પેાતાના નગર તરફ ચાલ્યા. માર્ગ માં ભટ્ટારકાનુ દેવાલય આવતાં ભીમ ગાડું હાંકતા હતા તે, ઢારડ સોમના હાથમાં આપી દેવીનાં દન કરવાને આવ્યા. ત્યાં મંદિરમાં આવી દૈવીનાં વચન યાદ કરી તરત જ ભીમે મસ્તક પૂજા કરી, દેવીને પેાતાનું મસ્તક અર્પણ કર્યું.
કેટલીક વાર થઈ તે ભીમ ન આવવાથી પત્નીના હાથમાં ખળઢાની રારા આપી ધડકતે હૈયે સામ ભટ્ટારકાના મરિમાં આબ્યા અને પેાતાના મિત્રને દેવીની આગળ મરેલા