________________
૪૯૧
પ્રકરણ ૫૮ મુ
તું શિક્ષાને પાત્ર થશે. ”
એડના વચન સાંભળી રાજાએ જવાબ આપ્યો,. “હા, હું એને ખેલાવીશ.”
64
રાજાનાં વચન સાંભળી એડક રાજાને લઇ સુરસુંદરી પાસે આવ્યો. પડદામાં સુવર્ણના પલંગ ઉપર બેઠેલી અમાલાની આગળ રાજાને એક ભદ્રાસન ઉપર બેસાડયો.. એડકે રાજાને કહ્યું. “ મેલાવા અમારી રાજકુમારીને તમારામાં શક્તિ હોય તેા ચાર વખત !”
રાત્રીની શરૂઆત થતી હતી. દીપકોનો પ્રકાશ ઝંગઝગાટ રાત્રીની ગતિને ભૂલાવતા હતા. સર્વત્ર પ્રકારા હોવાથી અહીયાં તે રાત્રીની માત્ર ભ્રમણા જ હતી. • એક ! કોઇ એક મનોહર ક્યા કહે કે જેથી આ નિશા સાર્ થાય ! ” રાજાના પૂછવા છતાં એડક કાંઈ ખેલ્યા નહિ, ત્યારે રાજા ફરીને બોલ્યો, “ એડક ! તને થા ન આવડતી હેય તે હું કહું તે તું સાંભળ ! પણ હોંકારા તા આપીશને!”
છતાં એડક મૌન રહ્યો. કાંઈ ખેલ્યો નહિ ત્યારે રાજાએ વેતાલનુ સ્મરણ કરી સર્વની અજાયબી વચ્ચે દીપને ઉદ્દેશીને કહ્યું, “ હે દીપક ! તું પ્રકાશમાન છે, સ` સુંદર તારૂ સ્વરૂપ છે. તારી મદદથી પ્રાણીએ સ કઇ જોઇ શકે છે. મારી વાત સાંભળવા છતાં ાણી હોંકારો નથી આપતી. આ એડક પણ હોંકારે નથી આપતા, તા હૈ દીપક ! તુ' જ હોંકારા દે અને મારી વાત સાંભળ ! - “હે રાજન્! તમારા જેવા ભાગ્યવાન મારે આંગણે પધાર્યાં છે એ અમારૂં મહાન પુણ્ય છે. રાણી એ એક સ્રીજાત છે ને એડક નોકર છે, જેથી એનામાં બુદ્ધિ કેટલી હાય ? હું કથા અથા તા કાંઇ જાણતા નથી પણ મહાનુભાવ ! તમારી વાતને સાંભળતા હોંકારો આપીશ.” સર્વને અજા