________________
-
૪૮૨
વિક્રમચરિત્ર યાને કૌટિલવિજય એ શ્રેષ્ઠીનંદનનું શબ ઉભું થઈને શ્રેષ્ઠીના મકાનમાં આવીને પડયું. શ્રેષ્ઠી એને બીજે દિવસે પાછા સ્મશાનમાં લાવ્યો, તે બીજે દિવસે પણ તે મૃતક ચાલીને શ્રેષ્ઠીને ઘેર આવ્યું. શ્રેષ્ઠી રજ મૃતકને સ્મશાને લઈ જાય અને મૃતક સ્વમેવ ચાલીને ઘેર આવીને પડે. આમ આઠ દિવસ થયા છતાં મૃતકનો અગ્નિદાહ થયો નહિ. શ્રીદતષ્ઠી ગભરાયો, અને ભય પામીને તેણે રાજા પાસે ફરિયાદ કરી રાજાને બધી વાત કહી સંભળાવી. મંત્રીઓ તેમજ સેવકો પાસેથી પણ એ વાત સાંભળી રાજા વિચારમાં પડયો. મંત્રીઓ સાથે વિચારણા કરી રાજાએ નગરમાં પટહ વગડાવી ઉપણું કરી કે, “જે કોઈ માણસ આ મૃતકનો અગ્નિદાહ કરી આપશે તેને રાજા બહુ માન સહિત કોટિ દ્રવ્ય આપશે.”
એ ઉદ્દઘોષણું રાજા વિક્રમે સાંભળી પટહનો સ્પર્શ કર્યો. આ પરદેશી રાજાની રજા લઈ મૃતકને ઉચકી રાત્રીના પહેલા પ્રહરે સ્મશાનમાં આવ્યો. રાજા વિક્રમ–પરદેશી મૃતકને એક બાજુ મુકી ચિતાની તયારી કરી છે, તેવામાં એક સ્ત્રીનો રૂદનધ્વનિ સાંભળી તેના રડવાનું કારણ જાણવા તે તેની પાસે ગયો; “ અરે સ્ત્રી ! તારે ઘરબાર નથી કે અહીં સ્મશાનમાં આવીને રડે છે? રાજાનો પ્રશ્ન સાંભળી તે સ્ત્રી બેલી; મારા પતિને વિના અપરાધે રાજાના સેવકોએ શળીએ ચડાવ્યો છે. હજી તે જીવતો હોવાથી તેને માટે ભેજન લાવી છું, પણ તે ઉંચે સુધી ઉપર હેવાથી હું ત્યાં પહોંચી શકતી નથી તેથી હું રડું છું” એમ કહી સ્ત્રીએ રાજાને ઠગ્યો.
સ્ત્રીના રૂદનનું કારણ સાંભળી રાજા બોલ્યો, “ગભસઈશ નહિ. મારા ખભા ઉપર ઉભી રહીને તું એને ભેજન આપ કે જેથી એની સદ્ગતિ થાય.” રાજા ભેળવાયો.