________________
પ્રકરણ ૫૭ મું
૪૮૫ આવેલા વિકમની આગળ અનેક સુંદર રમણીઓ ભેગને માટે તેની પ્રાર્થના કરવા લાગી. જેને પરસ્ત્રીનાં પ્રત્યાખ્યાન છે એ પરનારી સહેદર રાજા વિકમ નિર્બળ મનને નહેત કે રમણુઓના મોહનાં બંધનોમાં ઝટ બંધાઈ જાય ! તેમની ભેગપ્રાર્થના સાંભળી રાજા વિકમ બોલ્યો, “પ્રાણુને નાશ થાય તે ભલે, પણ પિતાની પરણેલી સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીના સંગને હ ઈચ્છતું નથી. કારણકે જગતમાં સજજન પુરૂષ પારકાનું બગાડવામાં આળસુ હેય છે, જીવહિંસા કરવામાં હંમેશાં બહેરા હેય છે, ને પારકી ચીઓ ભેગાવવામાં નપુંસક હોય છે. સજજનોના જીવનની એ સામાન્ય મર્યાદા છે.
બિયારાજ્યની સ્ત્રીઓને ખાતરી થઈ કે રાજા પિતાનું શીલ ચુકશે નહિ; જેથી રાજા ઉપર પ્રસન્ન થયેલી તે સ્ત્રીઓએ જુદા જુદા મહામ્યવાળાં ચૌદ રત્નો રાજાને આપ્યાં. “એક રત્નથી અગ્નિ સ્થંભી જાય, બીજા રત્નથી લક્ષ્મી ખુટે નહિ, ત્રીજાના પ્રભાવથી જ્યારે જોઈએ ત્યારે પવિત્ર જળ પીવા મળે, ચેથાના પ્રભાવથી વાહન મળે, પાંચમાના પ્રભાવથી શત્રુના ઘા વાગે નહિ, છઠ્ઠાના પ્રભાવથી સ્ત્રીઓ વશ થાય, સાતમાના પ્રભાવથી ઉત્તમ ભોજન મળે, આઠમાના પ્રભાવથી કુટુંબ, ધન સંપદાઓ વૃદ્ધિ પામે, નવમાના પ્રભાવથી સમુદ્ર તરી શકાય, દશમાના પ્રભાવથી વિદ્યાની પ્રાપ્તિ થાય, અગિયારમાના પ્રભાવથી ભૂત, પ્રેત, ડાકિની, શાકિની આદિ વશ થાય અને છળે નહિ, બારમાના પ્રભાવથી સર્ષ કદાપિ કરડે નહિ, તેરમાના પ્રભાવથી જ્યાં હોય ત્યાં જેવું જોઈએ તેવું રહેવાનું મકાન બનાવી આપે અને ચૌદમાના પ્રભાવથી આકાશમાગે શાંતિથી ગમન કરી શકાય. એ