________________
૪૮૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય હવે જગતમાં આજે કોઈ પુરૂષ એવો નથી કે જે મને એ દુષ્ટના પંજામાંથી બચાવે ! )
રાજાએ પૂછ્યું, “કચી તરફ ગયો? ” તે સ્ત્રી અંગુલીનિર્દેશ કરીને બતાવ્યું, “આ તરફ!” રાજા પણ એ દિશા તરફ ગયો. ત્યાં રાક્ષસ સાથે યુદ્ધ કરી તેને મારી નાંખ્યો. અને એ સ્ત્રીનું રક્ષણ કરી રાજ ચતુર્થ પ્રહર થયો ત્યારે એ શબ પાસે આવ્યો. રાજાએ શબને કહ્યું, “ ઉઠ! ઉઠ! મારી સાથે જુગાર રમ ! ”
રાજાનો પ્રશ્ન સાંભળી વૈતાળની સહાયથી શબ બોલ્યું, “રાજન ! જે તમે મારી સાથે રમતાં હારી જશે તો તમારું મસ્તક લઈશ.”
“ને તું હારે તે તારે ચિતામાં બળી ભસ્મ થઈ જવું,” રાજાએ કહ્યું. અને પછી રાજાશબની સાથે દુર્ત રમવા લાગ્યો. દુત રમતાં શબ રાજાની આગળ હારી જવાથી તૈયાર કરેલી ચિત્તામાં શબ બળીને ભસ્મ થઈ ગયું. પ્રાતકાળે એ પરદેશીએ, મૃતકને બાળીને રાજાની પાસે આવી રાતનો બધે વ્યતિકાર કહી સંભળાવ્યો. પરદેશીની વાત સાંભળી રાજા ખુશી થયો. શ્રીદત્તશ્રેષ્ઠીને બોલાવી શરત પ્રમાણે કોટિ સેનેયા પરદેશીને શ્રેષ્ઠી પાસેથી અપાવી દીધા. પશીએ પોતાને મળેલા સેનૈયા રાજસભામાંથી બહાર નીકળી યાચક લોકોને આપી દીધા, અને ત્યાંથી તે ચાલ્યો ગયો.
રાજા વિક્રમ ત્યાંથી ફરતો ફરતો કામરૂદેશના ત્રિયારાજ્યમાં આવ્યો. પદ્મિની, ચિત્રિશું, હસ્તિની ને શંખિની પ્રમુખ અનેક પ્રકારની સ્ત્રીઓથી એ દેશ શેભતા હતા.
જ્યાં રાજ્ય પણ સ્ત્રીઓનું; કારભાર, અધિકાર, વ્યાપાર સર્વેમાં સ્ત્રીઓની જ મુખ્યતા જોવાતી હતી. સી રાજ્યમાં