________________
પ્રકરણ ૫૭ મું
૪૮૩
16
રાજાની સાથે એ સીરાળી પાસે આવી, રાજાના ખભા ઉપર ઉભી રહી, શળી ઉપર રહેલા પુરૂષનું માંસ તાડીને ખાવા લાગી. એના રૂધિરનાં ટીપાં રાજાના ખભા ઉપર પડવાથી રાજા વિચારમાં પડયો. અત્યારે કટાણે મેઘનાં બિંદુ કયાંથી પડે છે. '' રાજાએ ચે નજર કરતાં શુ જોયુ ? શળીએ રહેલા પુરૂષના માંસનું ભક્ષણ કરનારી એ પિશાચિણીને રાજાએ હાકોટી, તરત જ ખભા ઉપરથી નીચે નાખી દીધી, એટલે પિશાચિણી અદશ્ય થઈ ગઇ. પછી રાજા ભૃતક પાસે સ્મશાનમાં આવ્યો ને રાત્રીનો બીજો પ્રહર શરૂ થયો. રાજા મૃતકના અગ્નિદાહની તૈયારી કરે છે તેવામાં કેટલાક રાક્ષસા આવીને રાજા અને મૃતકને ત્યાંથી દૂર લઈ ગયા: જ્યાં અગ્નિનો કુંડ સળગાવી તેની ઉપર કડાઇમાં તેલ ધગધગાવી અનેક પુરૂષોને હામવા માટે ભેગા કરેલા હતા. ત્યાં એ ધગધગતી તેલની કડાઈમાં રાજાને હેમવા માટે રાક્ષસે રાજાને ઉપાડવા આવ્યા. રાજા અચાનક તેમની ઉપર ધો, અને તેમને હરાવી દીધા.
“ અમે
,,
રાક્ષસો હારી જવાથી રાજાને નમીને મેલ્યા, તમારા સેવકો છીએ. ” રાજાએ રાક્ષસોને યામય ધર્મોનો ઉપદેશ કરી જીવહિંસા કરતા અટકાવ્યા. પછી રાજાએ મૃતકની સાથે રાત્રીના ત્રીજા પ્રહરે સ્મશાનમાં આવી ફરી અગ્નિદાહની તૈયારી કરી, એટલામાં કોઈ સ્ત્રીનો રડતા સ્વર સાંભળી રાજા તેની પાસે આવ્યો તે રડવાનું કારણ પૂછ્યું. રાજાના પૂછવાથી તે સ્ત્રી એલી, “ આ નગરના ભીમ રાજાની પત્ની ને મારૂ નામ મનોરમા છે. કોઈ દુષ્ટ રાક્ષસ મને હરી લાવી મારૂ શીલ ભ્રષ્ટ કરવાને તૈયાર થયો છે. તે તમને આવતા દેખીને આ દિશા તરફ નાસી ગયો.
(6