________________
પ્રકરણ ૫૭ મું
૪૮ તલવારને પકડતે પોતાના ઘર તરફ ધસી આવતો હતો, તેને જોઈને જુગારની વૃત્તિ બદલાઈ ગઈ “અરે, આવા ઉત્તમ નરને મરાવી નાખી મારે નસ્કમાં જવું છે કે શું? ”
તરત જ ચુલામાં ભડકે થતો હતો તેમાં રાચરચીલું લુગડાં વિગેરે નાખી ઘરમાં અગ્નિ ફેલાવી મેટો ભડકે કરી બૂમરાણ કર્યું, “બચાવે ! બચાવે ! આ ઘર બળવા લાગ્યું ! બચાવો ! બચાવો ! ” જુગારી ઘેર આવ્યા ત્યારે ઘરને બળતું દેખીને તેણે તલવાર મ્યાન કરી દીધી.
જુગારણે જુગારીને ઉધડે લીધો, “તમને તો ઘરનુંય ભાન નથી. ઘર સળગી જાય કે બેરી મરી જાય તોય તમારી રમત પૂરી ન થાય. એ તે સારું થયું કે આ ભાગ્યવાન પુરૂષ હતો તે આટલું રક્ષણ થયું, નહિતર બધુંય મકાન સળગી જાત તેય તમારી રમત પૂરી ન થાત ! ” પ્રિયાનાં તીખા તમતમતાં વચન સાંભળી જુગારી તે ઠગાર થઈ ગયે, અને પેલે પરદેશી પણ મનમાં દંગ પામી ગયે. “વાહ! સ્ત્રીચરિત્ર બધાં જયાં પણ આની હેઠ ! સ્ત્રીએ પલકમાં બાજી પલટાવી દીધી !
લક્ષ્મીપુરથી રવાને થયેલો પરદેશી–રાજા વિક્રમ અવંતીમાં આવી ગયો. રાજસભામાં આવ્યા પછી કારાગ્રહમાં નાંખેલા પંડિતને સેવકે પાસે રાજસભામાં તેડા, અને ભંડારી પાસેથી એક કેટિ સેનામહે તેને અપાવી બહુમાન આપી રવાને કર્યો.
એક દિવસે રાજા મંદિરપુર નામે નગર તરફ ચાલી નીકળે. મંદિરપુરમાં આવ્યો ત્યારે ત્યાં તેણે એક ચમત્કાર જોયો. મંદિરપુરમાં શ્રીદત્ત શ્રેષ્ઠીને એક પુત્ર મરણ પામે હતું. તેનાં સગાંવહાલાં સ્મશાને ઉપાડી લાવ્યાં. સ્મશાનમાં અગ્નિદાહની ક્રિયા કરવાની તૈયારી કરે છે તે દરમિયાન
૩૧