________________
પ્રકરણ ૫૬ મું
૪૯૩ અરે એ રત્ન તે તારા પિતાને મેં તરત જ આપી દીધું છે. ધનાએ ઉઠ ભણાવવા માંડયાં.
ધના ! અસત્ય બોલી મેટું પાપકર્મ કરીશ નહિ. તે જે રત્ન આપ્યું હોય તો કઈ તારે સાક્ષી છે ?” સુંદરે કહ્યું.
“હા ! રત્ન આપ્યું તે સમયે શ્રીધર નામે બ્રાહ્મણ હાજર હતું, તે સાક્ષી પૂરશે, પછી કાંઇ ?” ધનાએ જુઠે બચાવ કર્યો.
સુંદર નિરાશ થઈ ફરિયાદ કરવા રાજદરબારે ગયે. તે સમયે ધનાએ શ્રીધરને બેલાવી દશ સોનામહેર આપી સર્વે વાત સમજાવી દીધી, ને પછીથી કાર્ય સિદ્ધ થયે બીજી દશ સોનામહેર આપવાનું કહ્યું. શ્રીધર ધનાની વાત અંગીકાર કરી દશ મહેરે લઈને ચાલે ગયે. ધનાના પિતાએ આ પાપથી પાછા હઠવાને ધનાને સમજાવ્યું, પણ ધનાએ પિતાની વાત અંગીકાર કરી નહિ.
રાજાએ શ્રીધર અને ઘનાને પકડવા સેવકે મોકલ્યા. રાજસેવકેએ ધનાને અને શ્રીધરને રાજસભામાં રાજાની આગળ હાજર કર્યા. રાજાએ બુદ્ધિસાગર અને અતિસાગર નામના બુદ્ધિનિધાન મંત્રીઓ સામે જોયું; કારણકે આવા કુટ ઈન્સાફે બુદ્ધિ વિના થઇ શકતા નથી. લક્ષ્મી વગરને માણસ જેમ જગતમાં પ્રતિષ્ઠાને પામતો નથી, તેવી રીતે બુદ્ધિ વગરને માણસ પણ રાજસભામાં શેભા પામતું નથી. તેમાંય વિદ્યા કરતાં પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે. બુદ્ધિશાળી પુરૂષે કાર્ય સિદ્ધ કરે છે. ત્યારે વિદ્યાવાન માણસે બુદ્ધિ વગરના હેય તો નાશ પામી જાય છે. એક દિવસે બુદ્ધિવાન અને વિદ્યાવાન પુરૂષે વનમાં જતા હતા, ત્યારે માર્ગમાં તેમણે મરેલો સિંહ જે. પેલા શાસ્ત્રના