________________
४७६
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય છતાં પણ પૂર્વના દુર્ભાગ્યથી કેશવ કાંઈ પણ ધન એકઠું કરી શકે નહિ. પરદેશમાં ત્રણ ત્રણ વર્ષનાં વહાણું વહી જવા છતાં કેશવ કાંઈ પણ કમાય નહિ, જેથી આખરે કંટાળીને કેશવ ચંડિકાના મંદિરમાં એક મોટે પાષાણ લઈને આવ્યું, અને દેવીની મૂતિ આગળ ઉભે રહી બોલવા લાગ્યું; “અરે દેવી ! મને ધન આપ ને મારૂં દારિદ્ર દૂર કર, નહિ તે આ પથ્થરથી તારી આ સુંદર મૂર્તિના ચૂરેચૂરા કરી નાખીશ.” કેશવની ધાથી ભય પામેલી દેવી બોલી: “અરે બ્રાહ્મણ ! તારા ભાગ્યમાં કાંઈ પણ નથી; જેથી હું તને જે કાંઇ આપીશ તે તારી પાસે રહેવાનું પણ નથી. »
દેવીનાં વચન સાંભળી. કેશવ બેલ્યા, “ તારૂં ભાષણ બંધ કર, મારે નથી સાંભળવું, તારે મને કાંઈ આપવું છે કે નહિ, નહિતર તારી મૂર્તિ આ પથ્થરથી ભાંગી નાખું છું.” એમ કહી કેશવ પથ્થર ઉપાડીને મૂર્તિ ઉપર ઘા કરવાને ધ.
આ મૂખને અટકાવી દેવીએ કેમૂિલ્યને મણિ આપે. બ્રાહ્મણ પણ ખુશી થઈને એ મણિ લઇ સમુદ્રમાર્ગે પોતાના નગર તરફ ચાલે. એક દિવસ રાત્રીને સમયે ચંદ્રને પૂર્ણ પ્રકાશમાન જોઈ કેશવ વિચારવા લાગ્યો કે, “ મારા રત્ન કરતાં ચંદ્રને પ્રકાશ વધારે છે શું? ” રત્નને બહાર કાઢી ચંદ્રની સાથે તે બનેની સરખામણી કરવા લાગે. ઘડીકમાં ચંદ્ર સામે જુએ તે ઘડીકમાં મણિ સામે! હાથમાં ફેરવી ફેરવીને મણિરત્નના પ્રકાશને જોતાં કેશવના હાથમાંથી અકસ્માત અભાગ્ય ગે મણિ સમુદ્રમાં પડી ગયું. કેશવ છાતી માથાં કુટવા લાગે, પણ એ સમુદ્રના અથાગ જળમાંથી એ મણિરત્ન હવે શી રીતે