________________
પ્રકરણ ૫૬ મું
૪૭૭ મળે? એના પશ્ચાત્તાપને કંઈ પાર ન રહ્યો ! છતાં પશ્ચાત્તાપ કરવાથી પણ મણિ પાછો આવે તેમ નહોતું, એવી રીતે મહારાજ ! વિચાર કર્યા વગર કાર્ય કરવાથી પાછળથી પશ્ચાતાપ કરવાનો સમય આવે છે. એ પશ્ચાત્તાપ કરવા છતાં પણ બગડેલી બાજી સુધારી શકાતી નથી. માટે હે સ્વામી! પ્રાત:કાળે એને ગુને જાણી, હું એને આપના કહેવાથી યોગ્ય શિક્ષા કરીશ.
આમ કટિબુદ્ધિએ રાજા વિક્રમને પ્રાત:કાળ સુધી ધીરજ ધરવા કહ્યું.
કેટિબુદ્ધિની વાત સાંભળી રાજા વિચારમાં પડયો, “આ કટિબુદ્ધિ પણ લક્ષબુદ્ધિના જે જ છે, આ ચારે એક જ વિચારના એક જ ગયણે પાણુ પીનારા છે, ઠીક છે. 'પ્રાતઃકાળ થવાથી કટિબુદ્ધિ પણ ચાલ્યો ગયો.
રાજા પ્રાત:કાર્યથી પરવારી રાજસભામાં આવ્યું. રાજાએ તલાક્ષકને હુકમ કર્યો, “અરે તલારક્ષક ! શતબુદ્ધિને તાકીદ શુળીએ ચઢાવ ને પછી સહસ્ત્ર, લક્ષ અને કેટિબુદ્ધિને રાજ્યની હદ બહાર મૂકી આવ !”
રાજાના હુકમથી તલાક્ષક શતબુદ્ધિને પકડી શુળી દેવાને ચાલ્યા, ત્યારે શતબુદ્ધિ બેલે, “હે તલાક્ષિક ! પેલા ત્રણને હદ બહાર કરવા મને સૂળીએ ચડાવી રાજાએ આ શું અન્યાય કરવા માંડયો છે ? અરે, મને શૂળીએ. ચડાવતા પહેલાં એક વખત રાજા પાસે તું લઈ જા !”
શતબુદ્ધિના કહેવાથી કેટવાલે શતબુદ્ધિને રાજા પાસે હાજર કર્યો એટલે શતબુદ્ધિએ કહ્યું, “મહારાજ!મને શૂળીએ ચડાવે તે પહેલાં મારી એક વાત સાંભળો ! આપ મારી ઉપર બેટી રીતે વહેમાયા છે. રાત્રીએ શું હકીકત બની છે તે આપ જાણો છો ? ” કહી શતબુદ્ધિએ રાત્રી સંબંધી