________________
૪૭૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વિષે રમાપુરી નગરીએ આવ્યાં. ત્યાં મુકામ કરી સુંદરે વ્યાપાર વડે અધિક લક્ષ્મી ઉપાર્જન કરી. તે સમયે પહેલાં આવેલે ઘનશ્રેષ્ઠી લક્ષ્મી ઉપાર્જન કરી પિતાના વહાણે સાથે મુસાફરી કરતે લક્ષ્મીપુર નગર તરફ જવાને તૈયાર થયો ત્યારે સુંદરે કેટી મૂલ્યને મણિ પોતાના પિતા ભીમષ્ઠીને આપવાનું કહી તેને મણિ આપે. ધન પિતાના નગર લક્ષ્મીપુરમાં આવ્યું. તેણે ભીમશેઠીને મળી તેના પુત્ર સુંદરના ખુશી સમાચાર કહા. પણ સુંદરે આપેલું રત્ન એના પિતાને આપ્યું નહિ; કારણકે લાભ છે તે પાપનું મૂળ છે. એવા પાપરૂપ લેભમાં એ સપડાઈ ગયે.
लोभमूलानि पापानि, रसमलाश्च व्याधयः । स्नेहमूलानि दुःखानि, त्रीणि त्यक्त्वा सुखी भवेत् ॥
ભાવાર્થ–પાપનું મૂળ જગતમાં લેભ છે, રોગનું કારણ છહૂવારસની લોલુપતા છે. દુઃખનું મૂળ સ્નેહ છે; માટે એ ત્રણનો ત્યાગ કરીને, હે જીવ! તું સુખી થા !
ધનના ગયા પછી સુંદર પણ પુષ્કળ લક્ષ્મી ઉપાર્જન કરીને અનુક્રમે પોતાના નગરે આવી પિતાના ચરણમાં ન. વહાણમાંથી પોતાને માલ પિતાને ઘેર પહોંચતે કરી એક દિવસે સુંદરે પિતાને રત્ન સંબધી વાત કરી, કે “ધનાએ તમને રત્ન આપ્યું છે કે કેમ? ”
સુંદરની વાત સાંભળી ભીમશ્રેષ્ઠી બોલ્યો, “રત્ન શું ને વાત શું ? તે આવ્યો હતે ખરે, પણ ફક્ત તારા સુખ સમાચાર કહીને અહિંથી ચાલ્યો ગયે છે.”
સુંદરે ધનને ઘેર જઈ પોતાના રત્નની માગણી કરી, અરે, તને મારા પિતાને આપવા માટે રત્ન આપેલું તે ભૂલી ગય કે ? લાવ એ મારું રત્ન ? ”