________________
પ્રકરણ ૫૬ મું
૪૭૧ પાણીનું બેડું એ નળિયા ઉપર નાંખ્યું. બેડાની નીચે ચગદાઈ નેળિયો મરણ પામે; ને રૂપવતી ઘરમાં આવીને જુએ તે પારણામાં ચંદ્ર રમતા હતા, ને જમીન ઉપર સર્પના કકડા પડેલા હતા. મરેલા સર્પને જોઈ રૂપવતીને જીવનભર પશ્ચાત્તાપ થશે. “અરે ક્યા પાપે એ ઉપકારી નેળિયાને મને કુબુદ્ધિ સુજવાથી મારી નાખે.”
માટે હે સ્વામી વિચાર કર્યા વગર કામ કરવાથી જીવનભર પશ્ચાત્તાપ કરવો પડે એના કરતાં વિચાર કર્યા પછી જે કરવા યોગ્ય હેય તે કરવું !”
સહસ્ત્રબુદ્ધિની વાત સાંભળી રાજા મૌન થઈ ગયા. તેને પહેરે પુરો થયો એટલે તેની જગાએ લક્ષબુદ્ધિ આવે.
રાજાએ લક્ષબુદ્ધિને હુકમ કર્યો કે “જા, શતબુદ્ધિને હણીને પાછો આવ !”
મહારાજ ! અત્યારે આપને એકાકી મુકીને હું શી રીતે જાઉં ? ”
હું જાગ્રત-સાવધ છું, જા, તું મારે હુકમ બજાવ !” રાજાને નિશ્ચય જાણું લક્ષબુદ્ધિ બે: “હે રાજન ! જરા સબૂર ! થોડીવાર છે ! મારી વાત સાંભળે, ને પછી આપ વિચારીને હુકમ કરજે કે જેથી પાછળથી પસ્તાવાને વખત આવે નહિ.”
“ કહે તારી વળી શી કથા છે ?” રાજાએ પૂછયું. રાજાના કહેવાથી લક્ષબુદ્ધિએ વાતની શરૂઆત કરી
લક્ષ્મીપુર નગરમાં ભીમ નામે શ્રેષ્ઠીને સુંદર નામે એક પુત્ર હતા. યૌવનવયમાં આવતાં સુંદર પિતાની રજા લઈને કરિયાણાનાં વહાણ ભરીને સમુદ્રમાર્ગે વ્યાપાર કરવાને ચાલે. અનુકુળ પવનથી તેનાં વહાણ રત્નદ્વીપને