________________
૪૭૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રાજાનું વચન સાંભળીને સહસ્ત્રબુદ્ધિ મૌન થઈ ગયો. સહસ્ત્રબુદ્ધિના મૌન રહેવાથી રાજા વિચારમાં પડયો. “ આ પણ એને મળી ગયો લાગે છે શું ? ” રાજાને રેષાયમાન જાણુ સહસ્ત્રબુદ્ધિ બેલ્યો; “હે કૃપાનાથ! વિચાર કર્યા વગર કામ કરવાથી પાછળથી બ્રાહ્મણીની માફક પ્રશ્ચાતાપ કરવાનો સમય આવે છે; માટે બરાબર તપાસ કર્યા વગર કાંઇ કરવું નહિ. તેમાંય પ્રાણદંડ જેવી શિક્ષા તો યોગ્ય ન્યાય કરીને જ આપવી ?
એ બ્રાહ્મણને શી રીતે પ્રશ્ચાત્તાપ થયો તે કહે!” રાજાના પૂછવાથી સહસ્ત્રબુદ્ધિએ વાત કહેવા લાગ્યો. “અવંતીનાથ ! સાંભળો ! કૃષ્ણવિના મકાનની નજીક એક નકુળીએ બચ્ચાને જન્મ આપ્યો. એ નકુળીના બચાને કૃષ્ણપ્રિની પત્ની રૂપવતી બચ્ચાની મા માફક પાળવા લાગી. અનુક્રમે રૂપવતીથી લાલનપાલન કરાતું એ નોળિયું વૃદ્ધિ પામતું ગયું, ત્યારે રૂપવતીને ચંદ્ર નામે એક પુત્ર થયો. એક દિવસ એ બાળકને પારણામાં સુવાડી નોળિયાને બચ્ચાની રક્ષા માટે સોંપી રૂપવતી બ્રાહ્મણ પાણું ભરવાને ગઈ. તે સમયે એક ભુજંગી બાળકને કરડવાને ધસી આવત નોળિયાએ જોયો. સપ પારણું ઉપર ચડીને બાળકને દશ દેવા જાય તે પહેલાં તો પેલો નોળિયો સર્પ ઉપર કુદ્યો અને એની સાથે યુદ્ધ કરી તે સપને મારી નાખ્યો; પારણા પાસે સર્પને ખંડ ખંડ કકડા કરી નાખ્યા. રૂધિરવ્યાપી મુખવાળો નાળિયો રાજી થતો પોતાનો હર્ષ જાહેર કરવા પાણું ભરીને આવતી રૂપવતીની સામે ગયો. રૂધિરવાળું મુખ જોઈને રૂપવતી મનમાં ભય પામી; “મારા બાળકને મારી ખાધે કે શું આ મુઆએ!” ક્રોધે ભરાયેલી બ્રાહ્મણી રૂપવતીએ