________________
૩૭૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તે લઈને તાપસે પિતાના ગુરૂને આપ્યું ત્યારે ગુરૂએ વ્રત વધારે આવેલું જઇ શિષ્યને તે પાછું આપવા માટે મોકલે. તપસ્વીએ દુકાને જઇને વધારાનું વ્રત પાછું આપી દીધું. આ રીતે નગરચર્ચા જતા રાજા વિક્રમે આ તપસ્વીને બનાવ છે. તપસ્વીની પ્રમાણિકતા, સરળપણું રાજાને ઉચ્ચ કેટીનું જણાયું. રાજાએ એ તપસ્વીના મંદિરમાં આવી પોતાની પાસે રહેલાં પાંચ રત્નો એને રાખવા આપવા માંડયાં, અને કહ્યું કે, મારે પરદેશ જવું છે, માટે આટલી થાપણ રાખે. હું આવું ત્યારે મને પાછી આપજે. રાજા વિકમે કહ્યું.
અરે ભાઈ! લક્ષ્મીને તે અમે અડતા પણ નથી, તે પછી રાખવાની તે વાત જ શી ? ”
આવું સાંભળી રાજા એની પ્રમાણિકતાથી ખુશી થતે બોલ્યો, “મહારાજ! આટલું કામ તે જરૂર આપને કરવું જ પડશે.'
પરદેશી મુસાફરના આગ્રહથી તપસ્વી ગુરૂ બે, “અરે ભાઈ! તારી એમજ ઇરછા છે, તે તું તારા હાથે પિટકી બાંધીને મુક!”
રાજાએ તપસ્વીએ બતાવેલા ગુપ્ત સ્થળે એ રત્ન તપસ્વીના આશ્રમમાં મુકી દીધાં, ને ત્યાંથી તે આગળ ચાલ્યા ગ. તપસ્વીની નિર્લોભતાનો વિચાર કરતો રાજા પૃથ્વી ઉપર ભમતો અનેક આશ્ચર્ય જેતે હતે.
પછી તો તપસ્વીએ અનેક લોકોને ઠગીને પુષ્કળ દ્રવ્ય એકઠું કરી, સ્વર્ગના વિમાન જેવું મનોહર મંદિર બધાવી દીધું. ઠાઠમાઠ ને ભપકાથી રહેતો એ જટિલ તાપસ ઉપરથી આડંબર બતાવતા લોકોને ઠગવાનું જ કામ કરતા હતા. કેટલેક દિવસે પાછા ફરેલા વિક્રમે પદ્મપુર આવી મંદિરમાં તાપસ પાસે પિતાના પંચરત્નની