________________
પ્રકરણ ૫૩ મું
૪૧૯ રાજાને ચિંતા થવા લાગી. કન્યાને અનેક રીતે સમજાવી, પણ રાજબાળા પિતાની સમશ્યાઓ છેડી દેવા તૈયાર થઈ નહિ; પણ કષ્ટભક્ષણ કરવા તૈયાર થઈ.
રાજાએ ધીર૪થી તેણીને સમજાવી અને કહ્યું કે હું મંત્રીને અલ્પ પરિવાર સાથે તેને લઈને દેશપરદેશ ફરી તારા મનોરથ પુરા કરશે, આવી રીતે બાળાને સમજાવી સાથે લઈ ફરતો ફરતે આજે અહીં આવતીમાં આવ્યો છું. અત્યાર સુધી આ રાજબાળાની સમશ્યા કેઈ રાજા પૂરવાને સમર્થ થયો નથી. તમારી કીર્તિ સાંભળીને હું તમારા રાજદરબારમાં આવેલો છું, માટે હે રાજન ! એ રાજતયા પદ્માવતીની સમશ્યા પૂર્ણ કરી તમે તેણીને પરણે; નહિ તે એ રાજતાથી જીતાયેલા તમારી જગતમાં અપકીતિ થશે.” શ્કરાજ મંત્રીએ પોતાના આગમનનું કારણ આ રીતે રાજાને કહી સંભળાવ્યું.
શુકરાજમંત્રીની વાત સાંભળી રાજા વિકમ બેલે; “હે મંત્રીરાજ ! એ બાળાની સમશ્યા હું પૂરી કરીશ; તમે શુભ મુહૂર્ત એ બાળાને લઈને રાજસભામાં આવે! મારી પાસે આવેલી એ બાળા ભલે મને સમશ્યા છે ! હું તેને જવાબ આપી સંતેષ પમાડીશ.” રાજાએ મંત્રીને આદર સત્કાર કરી સંતોષ પમાડી વિદાય કર્યો.
સારા મુહૂર્ત રાજબાળા પદ્માવતીને શુકરાજમંત્રી રાજસભામાં લઈ આવવા નીકળ્યો. તેથી તેણીને જોવાને નગરનાં અનેક નરનારીઓ પોતપોતાનું કાર્ય પડતું મુકીને આવવાના માર્ગમાં ગોઠવાઈ ગયાં. નગરની નરનારીઓથી જોવાતી એ રાજબાળા પદ્માવતી હાથમાં વરમાળા ગ્રહણ કરીને રાજમહેલમાં આવી પહોંચી.