________________
પ્રકરણ ૫૪ મું
૪૪૧ આશા તે અધુરી જ રહેવાની ? બએ તે ખૂન થઇ ગયાં. આહ! સ્ત્રી અબળા છતાં શું શું નથી કરતી? દ્રૌપદીએ પાંડવોને ઉશ્કેરી મોટું મહાભારત ઉભું કર્યું ને કૌરવોને નાશ કરાવ્યું. સીતામાં આસક્ત ઐક્યવિજયી બળવાન રાવણ પણ શું રણમાં નથી રેળા ? સૈરબ્રીએ કીચકના બંધુઓ સાથે હાલહવાલ કરાવી નાખ્યા. સ્ત્રીઓ જગતમાં શું શું નથી કરતી? અબળા છતાં અનું કાર્ય તે અદ્ભભુત છે. એકને સ્નેહ વડે જુએ છે ત્યારે બીજાની સાથે વાત કરે છે, કે ત્રીજાનું આલિંગન કરે છે, ત્યારે ચોથાનું મનમાં ધ્યાન ધરે છે. સ્ત્રી જે પ્રસન્ન થઈ હોય તે જગતમાં એનાથી અધિક બીજું કયું સુખ હશે; અને રૂષ્ટ થઈ હોય તે તેના જેવું મારનાર બીજું ઝેર પણ એકે નથી.” એ પથિક આ ઘટના નિહાળ્યા પછી ત્યાંથી તરત જ ગુપચુપ રવાને થઈ ગયે; આ કળિયુગની સતીઓના વિચાર કરતે એ યાત્રિક-રાજા વિકમ પિતાના મહેલમાં જઈ નિરાતે પડી ગ. “વાહ! કળિયુગની સતી ! ”
પ્રકરણ ૫૪ મું
ભૂલને ભેગા “ આલા ગાભા ને વર્ષાકાળ, સ્ત્રીચરિત્ર ને રેતાં બાળ, તેની જે કઈ પરીક્ષા કરે, સહદેવ જોશી પાણુ ભરે. ”
“અરે મેં આ શું કર્યું? અરે દુષ્ટ કામદેવે મને ભમાવી, ભુલાવી, પતિને મરાવ્યું; હવે મારી શી દશા થશે ? એક તો આ લોક વ્યવહારે જેને પરણું છું તે મારા પતિ ને બીજે મારા મનને પતિ, જેને મેં મારું યૌવન દીધું હતું, એ બન્ને મર્યા. હવે મારે શું કરવું !