________________
૪૪૬
વિક્રમચરિત્ર યાને ટિવિજય સતી રત્નમંજરીએ આશીર્વાદ આપે, “ પુત્ર, પૌત્ર અને પતિની સાથે તું દીર્ઘ આયુષ્યવાળી થા.”
રાજાએ ખાનગીમાં જરા વાત કરવાની માંગણી કરવાથી તેને જરા દૂર કરી રાજા સતીના કર્ણ પાસે આવીને બોલ્યો, “અરે સતી! તું શીલના પ્રભાવથી લેકેને પુત્ર આપે છે, ચરણના પાદોદકથી લેકેના રેગશાક આદિ દુ:ખો દૂર કરે છે, પણ આજની રાત્રીનું ચરિત્ર યાદ કર ને સતી થવાનું છોડી ઘેર રહી સુખે સુખે ધર્મનું સાધન કર !રાજાએ સતીના સતની જરા ટકોર કરી.
રાજાની વાત સાંભળી રત્નમંજરી રાજાની સામે એક નજરે જોઈ રહી, “આ શું ? રાત્રીની વાત રાજા શી રીતે જાણી ? અથવા તો શું આવી રીતે આડ બાંધીને રાજા વાત નથી કરતો?”
રાજાએ સતીના આશ્ચર્યમાં વધારે કરતાં ઉમેર્યું કે “હે સતી ! વૃદ્ધ પતિને તમે અંગુઠે દીધે ને ચોરના સૌંદર્યમાં મેહ પામી તેની સાથે ભેગ ભેગવવા તૈયાર થઈ તેને તે જરા વિચાર કર ! ભાગની આશા છોડીને તું શા માટે કષ્ટ ભક્ષણ કરે છે શા માટે મૃત્યુને ભેટે છે? તારે એગ્ય નવીન પતિ કરીને તારૂં યૌવન સફળ કર! અને સાથે સાથે ધર્મસાધન કર ! મૃત્યુથી કાંઈ કરેલા પાપથી છુટાતું નથી, માટે આ સ્ત્રીચરિત્રને છોડ ! તારું આ રાત્રીનું વૃત્તાંત હું કઈને કહીશ નહિ.”
રાજાની સ્પષ્ટ વાત સાંભળી રત્નમંજરીને ખાતરી થઈ કે પથિકના વષમાં પોતાને ત્યાં આવેલા આ રાજા પોતે જ "મ ચરિત્ર જાણવા આવ્યો હતે, છતાં પણ પોતાને નિશ્ચય કાયમ રાખી રત્નમંજરી બેલી, “હે રાજન! એવી વાત મારી આગળ ફરી કરશે નહિ. જે સમય હોય છે