________________
પ્રકરણ ૫૫ મું
પ્રકરણ પ૫ મું
સ્ત્રીચરિત્ર वैरं वैश्वानरो, व्याधिदिव्यसनलक्षणाः ।
महानाय जायते, वकाराः पन वर्धिताः ॥ ભાવાઈ–વેર, અગ્નિ, વ્યાધિ, વાદ અને વ્યસન એ પાંચે થતાંની સાથે જ નાશ કરે જોઈએ; અન્યથા વૃદ્ધિ પામ્યા છતાં મહાઅનર્થ કરનારાં થાય છે.
સ્ત્રીચરિત્રના વિચારમાં રાજા નિરંતર મશગુલ રહેતો હતો. મદનમંજરીને જંગલમાં વનેચરને માટે છોડાવી રાજાએ બુદ્ધિસાગર મંત્રીને પણ બેહાલ કરી નાંખ્યા; આવાં સ્ત્રી ચરિત્ર જોવાથી રાજા હવે દરેક સ્ત્રીને હલકી નજરે જેવા લાગે. અને મનમાં વિચાર કરવા લાગ્યું કે “ શું જગતમાં સ્ત્રીઓ આવીજ હશે. એકદા રાજસભામાં રાજાની આગળ એક પંડિત-કવિ બોલ્યો, “મહારાજ ! સ્ત્રીઓનું ચરિત્ર અભુત હોય છે. બુદ્ધિવાન પુરૂષે સમુદ્રના પારને કદાચ પામે, પણ સ્ત્રીના ચરિત્રને જરા પણ પામી શકતા નથી.”
કવિની વાણું સાંભળી રાજા બોલ્યા, “શું તમે પણ કોઈ સ્ત્રીચરિત્ર જાણે છે કે?” રાજાને પ્રશ્ન સાંભળી કવિ બે, “હે મહારાજ! સાંભળે એક સ્ત્રીનું અદ્ભુત ચરિત્ર.
શ્રીપુરનગરમાં છહડ નામે કણબીને રમા નામે એક સુંદર પત્ની થઈ. છાહડ એક દિવસે પત્ની રમાને તેડવા ધશુરના ગામ ધારાપુરી ગયે. સાસુ સસરાએ જમાઈને ઘણે દિવસે અને કેક જ વાર પોતાને ઘેર આવેલ જાણું રૂડી રીતે ખાનપાનથી જમાઇની ભક્તિ કરી. કેટલાક દિવસ સાસરે રહીને છાહડ પટેલે પોતાને ગામ જવાને