________________
૪૫૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વ્યાકુળ થતી એ સ્ત્રીએ મને બહુ મહેનત કરાવી, સ્વામી! પરાણે પરાણે એને પ્રસુતિ થઈ ને હું નાઠી ! ” રમાએ પતિને ઉઠાં ભણાવવા માંડયાં, પણ છપહડ સમજી ગયો કે, “કાંઈક દાળમાં કાળું છે. રાંડનાં ચરિત્ર કાંઈ સારાં નથી. પણ હવે શું થાય? ભેળપણથી પોતાની ભૂલ થઈ, ને એ દુરે પોતાને ઠગે.” મનમાં ગાંઠ વાળી પ્રિયાને લઈ છાડ પિતાને નગરમાં આવે.
એકદા કેઈ સિદ્ધપુરૂષ પાસેથી અમૃતકુંપી મેળવીને પ્રિયાને દગ્ધ કરી, બાળી, તેની રાખડીની પિટલી કરી: વિચાર આવતાં પરીક્ષા કરવા માટે અમૃતકુંપીમાંથી અમૃત છાંટતાં રાખમાંથી રમા આળસ મરડીને બેઠી થઈ તેને છાહડે કહ્યું: “પ્રિયે! યાત્રા કરવાને માટે ગયા તીથમાં હું જાઉ છું, છ માસ પછી આવીશ. ત્યાં લગી સમાધિપૂર્વક તારે રહેવું. એ પ્રમાણે કહી પ્રિયાને બાળી ભસ્મ કરી તેની પોટલી અને સકંપી લઈને તે વનમાં ચાલ્યો ગયો. ભયંકર વનમાં વડવૃક્ષની એક શાખાના વિવરમાં રક્ષાની પટલી અને રસકુંપી સંતાડીને છાહડ ગયા તીથ તરફ ચાલે ગયે.
જંગલમાં ઢોર ચારતે કેઈ ગોવાળિયે એ વડવૃક્ષની છાયાએ વિશ્રામ લેવાને બેઠે. ચારે તરફ જેતે એ વડની શાખાનાં સુકાં પાંદડાંને જોઈ તે કૌતુક જાણવાને તે ભરવાડ વડ ઉપર ચઢી એ શાખા તરફ આવ્યો. શાખાને જતાં પેલા વિવરમાં ભરવાડે કાંઈક દી ડું. તરતજ એક પિટલી બહાર ખેંચી કાઢી, વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો. પિટલી છેડી તે પિટલીમાં ભસ્મ જોઈ ચમત્કાર પામે. પેલી રસપીમાંથી એક ટીપુ ભસ્મમાં પડ્યું તે આશ્ચર્ય ! ભરૂમમાંથી એક નવયૌવના સ્ત્રી ઉભી થઈ. મનહર શંગારને