________________
પ્રકરણ ૫૫ મું
૫૭ બેઠા છે? " છાડને પ્રશ્ન સાંભળી ગાડાવાળે બેલ્યો;
અરે ભાઇ ! શું વાત કહું? આ મારી પ્રિયાને પ્રસુતિકાલ નજીક આવવાથી પેટમાં દુખાવો ઉપડેલો છે. સ્ત્રી પાસે સ્ત્રી હોય તે એને કાંઇક ઉપાય પણ કરે ! તમે જરા એટલું કામ ન કરો ? આ બહેનને જરા એની પાસે મોકલો તે મારી પ્રિયાને ઝટ છૂટકારો થાય ! ”
એ ખેડુતની વાત સાંભળી છાહડ પોતાની સ્ત્રી પ્રત્યે લ્યો. “ જરા એની પાસે જઈ આવ અને જે તારાથી બની શકે તે કાંઈક તેણીને મદદ રૂપે થા.”
અરે, રસ્તામાં આમ બેટી થવું તે સારૂં નથી. » સ્ત્રી ડહાપણ બતાવતી બેલી.
રસ્તામાં એક દુ:ખી સ્ત્રીને મુકીને આપણાથી કેમ જવાય, માટે ત્યાં જઈ તારાથી બને તેટલી એ સ્ત્રીને મદદ કર !”
છાહડના કહેવાથી તેની સ્ત્રી ગાડામાંથી નીચે ઉતરી પેલા ખેડુતે બતાવેલી ઝુંપડીમાં ગઈ. પછી પેલા બન્ને છ હડ અને ગાડાવાળે ત્યાં વાતે વળગ્યા. રમા પડીમાં આવી છે અને મારે એની આતુરતાપૂર્વક રાહ જોતો હતું, તેથી બન્ને એકબીજાં ગાઢ રીતે મળ્યાં, ભેટયાં, છેલ્લી વાર એકબીજાએ હૈયાની હોંશ ધરાઈને પૂરી કરી. રમા ઘણા સમય થઈ જવાથી ઝટ પાછી ફરી. ગાડામાં આવીને બેઠી. ગાડું આગળ ચાલ્યું, પણ છાહડ રમાની ચેષ્ટા જોઈ વિચારમાં પડે; “ અરે પ્રિયા ! એ ઝુંપડીમાં જઈને આવ્યા પછી તારે કંચુક કેમ ચુંથાઈ ગયું છે? તારી આ સુંદર સાડી પણ જેને કેવી ચળાઈ ગઈ છે? તારું શરીર પણ શિથિલ કેમ થઈ ગયું છે! પતિનાં આવાં વચન સાંભળી રમા બોલી, “પછાડા મારતી ને દુઃખથી આકુળ