________________
પ્રકરણ ૫૫ મું
૪૬૩ કરવા અમે લડીએ છીએ.”
ચેની વાત સાંભળી રાજા વિકમ બોલ્યા, “તમારી મરજી હેાય તે હું આને સાફ કરી આપું.”
“બહુ સારી વાત, ભાઈ ! તમે જે અમારે ન્યાય કરી આપે તે અમારી તકરાર મટે!' ચેરે બોલ્યા.
તે એમ કરે, એ ચારે વસ્તુઓ મને આપે. હું વિચાર કરી એને તડ લાવું!' રાજાએ ચોરો પાસેથી
એ ચારે વસ્તુઓ હાથ કરી અને ખાટલી ઉપર આરૂઢ થઈ તે બોલ્યો; જુઓ ભાઈ! તમે ગીને હણીને મહાન પાપ કરી આ ચાર વસ્તુઓ મેળવી છે, માટે તમને તે પચવાની નથી. માટે હું આવું ત્યાં લગી તમે અહીયાં બેઠા બેઠા હવા ખાઓ ! ” ખાટલા ઉપર ચડી બેઠેલે રાજા ત્રણે વસ્તુઓ સાથે આકાશે ઉડી લેહપુર ચાલ્યો ગયો. ત્યાં એક બ્રાહ્મણને મિત્ર બનાવી તેને ત્યાં ખાટલી અને થાળી થાપણુ મુકીને રાજા સ્વર્ગપુરી સમી એ નગરીને જેતે બજારમાં ચાલ્યો. નગરમાં ફરતાં એણે સાંભળ્યું કે
કામલતા વેશ્યાને ત્યાં જે લક્ષ સુવર્ણ મહોરે આપે તે માણસ એક રાત રહે.” આથી રાજાએ લક્ષ દિનાર આપીને કામલતાને ત્યાં વાસ કર્યો, ને પેલી કથમાંથી પાંચસો મહેરે મેળવીને યાચકને દાન દેવા લાગ્યો. આ પરદેશીને અખૂટ સંપત્તિ વાપરતો જોઈ અક્કાએ વિચાર કર્યો કે,
આ બધું ધન ક્યાંથી લાવે છે?” કામલતાને સમજાવી એની પાસે એણે પૂછાવ્યું.
અક્કાએ પરદેશીને ધનપ્રાપ્તિનો કિમિ પૂછી જાણી લીધે, એટલે ખાટલી, ઘડે અને કથા વિગેરે છળ કરી પડાવી લેવાને તેણે વિચાર કર્યો, ને એક દિવસે તેણુએ ગુપ્ત રીતે તે લઈ લીધું. હવે ધન આવતું બંધ થવાથી અકાએ એ પર