________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વિદાય કરી દીધી. લેહપુર નગરમાં ધૂર્તીની ધૂર્તવિદ્યાને જોઈ રાજા ભટ્ટમાત્ર સાથે અવંતીના માર્ગે ચાલ્યો. માર્ગમાં ચાલતાં રાજા વિક્રમ યાચકને દાન આપતે અને લેકે ઉપર ઉપકાર કરતે મંત્રી સાથે અવંતીમાં આવ્યો.
ખાટલી, અશ્વ, કથા અને થાળીના પ્રભાવને જાણ નારા ભટ્ટમાગે આ દિવ્ય વસ્તુઓને સાચવી રાજ્યના ભંડારમાં રાખવા માટે રાજાને કહ્યું; “મહારાજ ! દાનમાં આપવાની અનેક વસ્તુઓ છે. આવી વસ્તુઓ જીવનમાં કેઈક પ્રસંગે ખુબ ઉપયોગી થાય છે, માટે એને તો રાજની રક્ષા માટે ભંડારમાં થાપણ તરીકે રાખવી જોઈએ.'
ભમાત્રની વાણુ સાંભળી રાજા હસ્તે, “ અરે મંત્રી ! દાતાર કઈને કદી ના પાડતા નથી. એ તો જેના ભાગ્યમાં હશે તે નરને ઘેર આ વસ્તુઓ જશે.'
આવું કહી રાજાએ એ વસ્તુનું પણ દાન કરી દીધું. એવી વસ્તુઓ આપવા છતાં રાજાના મનમાં લેશ પણ સંકોચ થયો નહિ. સત્વશાળી પુરૂષ પાસે એવી તે કંઈક વસ્તુઓ આવે ને ચાલી જાય છે; કારણકે જગતમાં ઉપકાર કરવા માટે જ દાતારનું જીવન હોય છે. એવા પુરૂષના અદશ્ય થવાથી ખરેખર પૃથ્વી ઉડાઈ જાય છે. માટે ઘણું છે આવા દાતારો !
પ્રકરણ પ૬ મું.
સ્વામીભક્તિ उद्यमेनास्ति दारिद्रय, पठने नास्ति मूर्खता । मौनेन कलहो नास्ति, नास्ति जागरतो भयं ।। ભાવાર્થ –ઉદ્યમ કરવાથી દારિદ્ર નાશ પામે, પ્રતિદિવસ