________________
૪૬૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય હેવા છતાં આ વિઘને નાશ કરવાની મારામાં શક્તિ નથી, તેથી રૂદન કરું છું, માટે હે વીર! તું કાંઇક પ્રયત્ન કર !”
“હે દેવી તું શાંત થા! તે માટે હું ત્યાં જઈ કાંઈક બંદોબસ્ત કરીશ !” એમ કહી શતબુદ્ધિ દેવીને આશ્વાસન આપી રાજમહેલ તરફ ચાલ્યો ગયો રાજા પાસે આવી જુએ તે રાજા ભરનિદ્રામાં હતું, જેથી શતબુદ્ધિ હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે, “ હવે મારે શું કરવું ? રાજાને જગાડું. હમણાં સર્પ ગમે તે જગાએથી આવશે એમાં સંશય નથી.” વિચાર કરતાં શતબુદ્ધિએ ભયંકર કૃષ્ણભુજંગને ભારવટ્ટને આધારે રાજાના પલંગ ઉપર આવતો જોયો. સર્ષ ભાવથી ઉતરી રાજાને દંશ દે તે પહેલાં તો શતબુદ્ધિએ પોતાની જગ્યાએથી ઉઠી પોતાની તલવારથી સર્પને રામ રમાડી દીધા. એને એક વાસણમાં નાખી ત્યાં જ શતબુદ્ધિએ છુપાવી દીધે. એ બધું કરતાં એક વિષનું બિંદુ રાષ્ટ્રના હૃદય ઉપર પડેલું શતબુદ્ધિએ જોયું. “અરે! આ રાણી હમણ મરી જશે.” એમ વિચારી આસ્તેથી એક કપડાથી તે ગરલને દૂર કર્યું, પણ એ દરમિયાન રાજા જાગી ગયો ને શતબુદ્ધિની
આ ચેષ્ટા જોઈ કે પાયમાન થયો; છતાં ક્રોધને મનમાં ગોપવી કંઈક વિચાર કરી એને પહેરે પુરો થવાથી શતબુદ્ધિને રજા આપી.
રાત્રીને બીજે પ્રહર શરૂ થયો ને સહસ્ત્રબુદ્ધિનો પહેરો શરૂ થયો. રાજાએ સહસ્ત્રબુદ્ધિને હુકમ કર્યો, “જા શતબુદ્ધિના મકાને જઈ તેને તું મારી નાખ! »
રાજાનો આદેશ મળતાં સહસ્ત્રબુદ્ધિ વિચારમાં પડી ગયો કે “રાજા આવા નરરત્નને શા માટે મરાવી નાખતો હશે? ” છતાંય રાજાનો આદેશ થતાં ધીરે પગલે સહસબુદ્ધિ શતબુદ્ધિના મકાન તરફ ચાલ્યો. અત્યારે શતબુદ્ધિ