________________
પ્રકરણ ૫૬ મું
४६७ અભ્યાસ કરવાથી મૂર્ખતા નાશ પામે, મૌન રહેવાથી કલેશ નાશ પામે, અને જે જાગૃત રહે તેને ભય નાશ પામે.
રાજા વિક્રમને શતબુદ્ધિ, સહસ્ત્રબુદ્ધિ, લક્ષબુદ્ધિ અને કેટબુદ્ધિ એ ચાર વફાદાર સેવકે અંગરક્ષક હતા. રાજાના શયનગૃહ આગળ એ ચારે બળવાન અને બુદ્ધિવાન પુરૂષ પ્રહર પ્રહર રાત્રી સુધી ચેકી કરી નેકરી કરતા હતા. એક દિવસે રાત્રીને સમયે પ્રથમ પ્રહરે તબુદ્ધિને પહેરે હતું, ત્યારે રાજા વિક્રમે નગરી બહાર એક સ્ત્રીને રૂદનધ્વનિ સાંભ. રાજાએ રૂદન સાંભળી શતબુદ્ધિને હુકમ કર્યો, “જુઓ, આ સ્ત્રીને રૂદનધ્વનિ સંભળાય છે. તે શા માટે રૂદન કરે છે, તેનું કારણ જાણીને મને કહે.”
“મહારાજ ! હજી રાત્રીને પ્રથમ પ્રહર ચાલે છે. હું એ સ્ત્રીની ખબર લેવા જાઉં ને આપ નિદ્રાવશ થાઓ તે આપણું વેરીએ કંઈક ઉત્પાત મચાવે ! માટે ત્યાં જવા સારૂ મારૂં મન કબુલ કરતું નથી. ”
“ધર્મપરાયણ અને પ્રજાને ન્યાયથી પાળનાર રાજા રાજ્ય કરે છે તે પ્રા દેવતાની માફક સુખી હેવી જોઈએ; છતાં આ સ્ત્રી કેમ રૂદન કરે છે. તેનું કારણ જાણીને મને કહે.” રાજાએ ફરીને સેવકને કહ્યું.
રાજાની આજ્ઞાથી શતબુદ્ધિ એ સ્ત્રીના રૂદનક્વનિને અનુસાર નગરી બહાર ગયો, ને એ સ્ત્રી પાસે આવીને પૂછ્યું, “હે સ્ત્રી! તું કેમ રૂદન કરે છે? અને તું કોણ છે?”
અરે પુરૂષ! હું અવંતીની રાજ્યલક્ષ્મી અધિષ્ઠાયિકા દેવી છું. એક પ્રહર રાત્રીને અંતે રાજા સૂતે છે તે જગાએ ઉચે ભારવટું રહે છે, ત્યાંથી ભયંકર ભુજંગ ઉતરીને રાજાને દશ કરશે. રાજાનાં સકળ વિઘોનો નાશ કરનારી હું