________________
૫૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય.
પ્રાત:કાળે રાજા સ્ત્રીચરિત્રને જાણ એ પિતાની સ્ત્રીની કુટિલતા સંબંધી મનમાં બહુ જ વિચાર કરવા લાગ્યો. એનું મગજ અત્યારે અનેક વિચારેથી ઉભરાઈ ગયું હતું; પેલી સૌભાગ્યમંજરી, વિજ્યા અને મદનમંજરી, વિગેરે સ્ત્રીઓની કુટિલતાને એક પછી એક જાણ્યા પછી મનમાં શંકા થઇ કે “શું બધી સ્ત્રીએ આવી જ હશે ? પુરૂષ કરતાં આઠગણુ કામવિકારવાળી પિતાના હૃદયની તૃપ્તિ માટે સ્ત્રીચરિત્ર કરવાની જરૂર તેને પડે! ??
રાજા સભામાં આવ્યું. બુદ્ધિસાગર મંત્રીને જોતાં એને. ક્રોધ ચઢ્યો કે તલવારના ઝાટકાથી કાપી નાખ્યું ! પરંતુ મનનું સમતોલપણું જાળવી તલારક્ષકને હુકમ કર્યો, કે “રાણી મદનમંજરીને પકડી આ રાજસભામાં હાજર કરો! ”
તલારક્ષક પિતાના સિંચાઈઓ સાથે તીરની માફક વછુટ. મદનમંજરીના મહેલે આવી રાજઆજ્ઞા રાણીને કહી સંભળાવી. ભયથી કંપતી મદનમંજરીને તલા રક્ષકે રાજસભામાં હાજર કરી
રાણીએ ઘણું ઘણી વિનંતિ કરી તો પણ તેનું કંઈ પણ ન સાંભળતાં રાજાએ તલાક્ષકને બીજે હુકમ કર્યો “આ કુટિલ સ્ત્રીને મારવી નથી, પણ આ રાજની હદ બહાર લઈ જઈ ભરજંગલમાં એના ભાગ્ય ઉપર એને છોડી મુક, ને પછી આ દુઝ બુદ્ધિસાગર મંત્રીને! અત્યારે તે આ અંધારી કોટડીમાં પુર !)
તલાક્ષકે રાજાના હુકમને ત્વરાથી અમલ કર્યો.