________________
સ્પર
વિક્રમચરિત્ર યાને કૌટિવિજય કરવા લાગ્યો. “વખત મળશે તે કેઈક દિવસે આવીશ, વળી ! આજે તો કાલી કંદોયણે આપણે મેળાપ કરી આપે. એના જ પ્રતાપથી આપણે સુખ ભોગવી શક્યા. એમ કહી. મંત્રીએ જતાં પહેલાં મંજરીની રજા માગી.
હા! એ કાલીને મારા પાયે લાગણ કહેજે, ને મારી વતી બહુ બહુ કરીને એમને બેલાવજો. વહાલા ! જેમ બને તેમ પાછા વહેલા આવજે. તારું હૃદય મારી પાસે મૂકતે જા, ને મારું હૃદય તું લેતે જા; એટલે આપણે ઝટ ભેળાં: થઈ શકીએ !”
મદનમંજરીની રજા લઈ મંત્રી બુદ્ધિસાગર પેલી પીછી. ગ્રહણ કરીને પેટી ઉપર બેસી ગયો. છેલ્લી વખતે બન્ને જણ ભેટી પડયાં ને જર હસ્યાં.
પ્રેમમાં દીવાના બનેલાં પ્રેમીઓ એમ જ સમજે કે અમારી પાશવ લીલા કેઈ જાણતું નથી, અને કેદની જોવાની તાકાત પણ નથી; છતાં તેમની લીલા એક માણસ તો જેતે જ હતો. તે હકીકત કામમાં અંધ બનેલાં એ બિચારો પ્રાણીઓ ક્યાંથી જાણે?
પટી આકાશ માર્ગે ચાલતી કાલીના મકાને આવી.
બુદ્ધિસાગર કાલીને નમી, પાણીના પ્રણામ કહીને પિતાને સ્થાનકે ચાલ્યો ગયે. મંત્રીના ગયા પછી કાલીએ રાજાને પેટીમાંથી બહાર કાઢયે, અને કહ્યું કે હે રાજન ! જોયું ને સ્ત્રી ચરિત્ર? ”
“અહે! મારી જ રાણીઓની આવી બદચાલ ! ” રાજા ગુસ્સે થઈ ઉપર મુજબ બેલ્યો.
“હે રાજન ! એ બાબતમાં ગુસ્સો કરવાથી શું ? સ્ત્રીઓમાં કામવાસના વધુ હોય છે, તેથી કંઈ એવી