________________
૫૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રાજાને આ પ્રમાણે ઉપરોક્ત રીતે શિખામણ આપી. : “જે થવાનું હશે તે થશે. પરંતુ સ્ત્રીચરિત્ર મારે જાણવું છે. એવો રાજાએ પોતાને દઢ નિશ્ચય બતાવ્યું.
રાજાને આ દઢ નિશ્ચય જાણું કાલી બેલી, “ઠીક ત્યારે જેવી તમારી મરજી ! આ પેટીની અંદર પેસી જા! અંદર ગુપચુપ હાલ્યા ચાલ્યા વગર, ધાસ કે ઉધરસ પણ લીધા વગર હું તને બહાર ન કાઢું ત્યાં લગી મેગીની માફક અચલ રહેજે ! ) કાલીની વાત સાંભળી રાજા તરતજ પેટીમાં પેસી ગયા ને કાલીએ પેટી બંધ કરી દીધી.
થડી વારે રાજાને મંત્રી બુદ્ધિસાગર રાજ્યમાં કર્તાહર્તા ને રાજાના માનપાનથી ગર્વિષ્ટ બનેલે કાલીની પાસે હાજર થયે. ગમે તેમ કરી મને મદનમંજરી રાણુ પાસે રમવાને મોકલ! ” કાલીની આગળ સુવર્ણને થાળ ભેટ ધરતે ને પગે લાગતે મંત્રી છે .
મંત્રીની વાત સાંભળી કાલીએ એક પીછી આપતાં કહ્યું. “આ પીછીને ગ્રહણ કરી, આ તારી સામે પેટી પડી છે તેની ઉપર બેસી જા, ને મદનમંજરીને મહેલે જવાનો સંકલ્પ કરી તારા હાથમાંની પીછી પિટી ઉપર ફેરવ; એટલે પેટી આકાશમાગે તને રાણીના મહેલમાં લઈ જશે. કલીએ સૂચના કરીને એક પછી બુદ્ધિસાગર મંત્રીને આપી.
મદનમંજરીના મહેલે જવાની ઉત્સુકતાવાળો રાજમંત્રી કાલી પાસેથી પીંછી લઇને પેટી ઉપર બેસી ગયે, ને પેટી ઉપર પીંછી ફેરવતાં પેટી આકાશમાર્ગે રવાના થતી અ૮૫ સમયમાં મદનમંજરીના મહેલમાં આવી. મંત્રીને જોઈ મદનમંજરી ઘણા દિવસે પ્રિય સમાગમ થવાથી સહસા મંત્રીને વળગી પડી. વહાલા ! બહુ દિવસે