________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય ધ શેઠના મરણ પામવાથી તેની સાથે સતી થવાને તૈયાર થઈ છે, તો હે મહારાજ, તમે રજા આપો !”
મહાજનને સતી થવાની રજા આપતાં રાજા બોલ્યો. “એ સતીઓમાં શિરમણિ એવી તે સતીને ઉત્સવ સારી રીતે કરે. નદી ૮ ઉપર પતિની ચિતા આગળ એ સતીનાં દર્શન કરવા હું આવું ત્યાં સુધી તેને થોભાવજે!” રાજા બોલ્ય.
રાજાની રજા લઈ મહાજન ચાલ્યું ગયું. ધન્યશેઠની પત્નીએ સતી થવાને માટે છેલી વખતે પુષ્કળ દાન આપી લેકેનાં દારિદ્ર દૂર કર્યા. સક્કર સહિત ખીરનું ભેજન કરી, સતી પોતાના ઘરને છેલ્લી સલામ કરવા તૈયાર થઇ. સાતે ક્ષેત્રમાં એણે બધી લક્ષ્મી વાપરી નાખી. ગુરૂની સાક્ષીએ દશ પ્રકારની આરાધના કરી જીનેશ્વર ભગવાનને યાદ કરી તેમની સ્તુતિ કરી સકલ લોકોને ખમાવતાં અધારૂઢ થઈને એ સતી રત્નમંજરી રાજમાર્ગના રસ્તે વાજીંત્રના નાદપૂર્વક ધામધુમથી બને શબ સાથે સતી થવાને સ્મશાન તરફ ચાલી.
આખુંય નગર સતીનાં દર્શન કરવાને ઉલટયું, કે પિતાના રોગ શેક દૂર કરવાને સતી પાસે આશીર્વાદ લેવાને આવતું હતું. તે કેઈ અપુત્રીયા પુત્રની યાચના કરવાને આવતાં હતાં. ભિન્ન ભિન્ન સ્વભાવના લોકે સતીનાં દર્શન કરી પોતાનાં દુઃખ દૂર કરવાને આવતાં હતાં. રાજભાગે થઈને સાજન લીકાના તટ તરફ ચાલ્યું.
રાજાની રાણી રાંગારસુંદરીએ રાજાને પ્રાથના કરી કે હે મહારાજ! મને એ સતીનાં દર્શન કરાવો ! તેનું પાદક મંગાવી આપે, કે જે પાદદકના સ્નાનથી હું મારું શરીર પવિત્ર કરું, મારૂં વધ્યત્વ એ રીતે હું દૂર કરૂં!”
“એ સતીનું પદક તને લાવી આપીશ.”