________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય પ્રાત:કાળે લેકે જાણશે ત્યારે હું શું જવાબ આપીશ! ”
નિરાશ થયેલી ને જેની આશા અધુરી રહી છે તેવી રત્નમંજરીની વિચારશ્રેણું હવે પલટાઈ, બન્નેના મણના પાપને પશ્ચાત્તાપ કરતી મંજરી “હવે શું કરવું? તેને તે વિચાર કરતી હતી. હમેશાં સમયને લઈ ભાવના પણ પલટાતી જ જાય છે. કામદેવની મસ્તીમાં ભાન ભૂલીને આ કાર્ય કરી હવે એના પશ્ચાત્તાપ તરફ એના મનની લાગણું ફેરવાઈ ગઈ હતી. વિધવા થયેલી રત્નમંજરીને પાપનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર હવે છુટકે જ નહતો. “બસ, મારે પણ પતિ સાથે બળી સતી થવું. હવે આ સંસારમાં મારે જીવીને પણ શું ? પાપના ભારથી જીવવા કરતાં પ્રાયશ્ચિત કરવું. પતિની સાથે કાબભક્ષણ કરવું એજ શ્રેષ્ઠ છે ! ' મનમાં અનેક વિચારો આવ્યા; અનેક ગોઠવણે કરી. પેલા યાત્રિકની તપાસ કરી તે તે પણ નાસી છુટેલે. હવે તે જેવા વાગે તેવા વગાડવા દે. એ નિશ્ચયમાં તેની રાત્રી પૂરી થઈ ને પ્રાતઃકાળ થયે.
સૂર્યોદય થતાં રત્નમંજરી ધીમું ધીમું રૂદન કરવા લાગી. પાસે અને શબને બેઠવી એના ઉપર એક વસ્ત્રને ઢાંકી વિલાપ કરવા લાગી. ધીરે ધીરે સગાંવહાલાં, સ્નેહીસને એને ત્યાં એકત્ર થયાં; બન્ને મૃતક સંબંધી હકીક્ત મંજરીને પૂછવા લાગ્યાં, “અરે તારે પતિ મરણ પામ્યો શી રીતે તે તો કહે, ને આ બીજે કેણ મરવા આ તારે ત્યાં ? ”
લોકેની ને સગાંવહાલાની વાત સાંભળી રત્નમંજરી ડસક ભરતી બેલી, “શું વાત કહું તમને ! મધ્ય રાત્રીને સમયે એક ચોર આ ભીતે ખાતર પાડીને ઘરમાં પડે. તેને જોઈને મારા સ્વામીએ બૂમ પાડી, એટલે ચોરે મારા