________________
પ્રકરણ પર મું
૪૨૫ નામે એક પત્ની હતી. બન્ને પતિપત્ની ધર્મિષ્ઠ, શીલગુણે કરીને સહિત ને સાત ક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરી પોતાની જીદગીને સુખી માનતાં કાલ નિર્ગમન કરતાં હતાં. .
“અરે, એ ધન્યષ્ઠી નહિ! એની પત્નીનું નામ સુણસુંદરી નહિ પણ રત્નમંજરી છે ! એ કયા ધન્યશેઠની પત્ની છે વાર? ” વિકમરાજાએ તે મંત્રીને વચમાં પૂછયું.
“હું ! ત્યારે તો વાત મળતી આવી હવે! એ રત્નમંજરીનો ઈતિહાસ ત્યારે તે આપ સાંભળે. મંત્રીએ એ વાતને આગળ લંબાવીઃ
આપણુ અવંતીનગરીમાં શ્રીપતિશેઠને શ્રીમતી પ્રિયા થકી સેમ, શ્રીદત્ત અને ભીમ એ ત્રણ પુત્રો ઉપર એક પુત્રી થઇ. શ્રીપતિએ પુત્ર કરતાં પણ એને જન્મ મહત્સવ સારી રીતે કરી કન્યાનું નામ રત્નમંજરી રાખ્યું. બાળા ભણગણું અનુક્રમે ચૌદ વર્ષની વયને પામી. શ્રીપતિને એના વરની ચિંતા થવાથી આ રૂપગુણવડે શોભતી બાળાને પતિ કેણુ થશે, એના માટે એણે વરની તપાસ કરવા માંડી; પણ બાળા રનમંજરીએ પિતાની ભ્રમણ ઝટ દૂર કરી દીધી, ને એણે પરણવાની સાફ ના પાડી દીધી. માતાપિતા અને સ્નેહી સંબંધીજનોએ બાળાને સમજાવવાની ખુબ કેશિશ કરી પણ શીલના મહાઓને જાણનારી બાળાએ પરણવાની હા ભણી જ નહિ. અનુક્રમે બાળા વીશ વર્ષની થઈ, છતાં યૌવન વયમાં પણ વિષયવિકારને જીતનારી બાળા શીલના મહાસ્યને ધારણ કરતી જીનેશ્વરની ભક્તિમાં ને સામાયિકાદિ ધર્મકાર્યમાં પોતાને સમય વ્યતીત કરતી હતી.
એકદા ધન્યશ્રેષ્ઠીની વૃદ્ધ પત્ની ગુણસુંદરી પુણ્યકર્મને કરતી ને સાતે ક્ષેત્રમાં ધનને વાપરતી આયુષ્ય ક્ષથે સર્વ