________________
૪૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
6:
જગતમાં સ્ત્રી તે અનેક છે, પણ એના જેવી તેા લાખે એક જ નીકળે ! ” અવતીનગરીના જનસમુદાયના મુખે રત્નમંજરીની કીર્તિ ગવાતી હતી. રાતના નગરચર્ચા જોવા નીકળેલા વિક્રમે આ કીર્તિ સાંભળી; શું એના શીલનુ મહાત્મ્ય ! ભર યુવાની છતાં શુ' એવું ગાંભીય ! શી એની પતિભક્તિ ! અરે જાણીબુઝીને જે વૃદ્ધ વરને પરણી તે શુ અનાચારનુ સેવન કર્યા ? ધન્ય છે એ સતી શિરામણિ સાધ્વી રત્નમ ંજરીને !
રાત્રીને સમયે નગરચર્ચા જોવા નીકળેલા રાજા રત્નમજરીના શીલનું મહાસ્ય સાંભળી ધન્યશ્રેષ્ઠીને ધન્ય માનતા રાજમહેલમાં આવી ગયા.
66
પ્રાત:કાલે રાજા રાજસભામાં આવીને ખેડા, ત્યારે મત્રીઓને સન્મુખ જોઇ રાજાએ પૂછ્યું; આપણા નગરમાં ધન્યો કાણ છે? અને તેનુ' મકાન કયાં આવ્યું ? ધન્યુરોના સંધમાં તમે જાણતા હે! તેટલુ મને કહે ! '”
રાજાની વાત સાંભળી મંત્રીઓ મેલ્યા; • ધન્યો તા આપણા નગરમાં સખ્યા વિનાના છે ! આપ કયા ધન્યરોડ માટે પૂછે છે, રાજન્ ! '”
વચમાં એક મંત્રી વળી ખેલ્યા, “ મહારાજ ! એક ધનેશ્વર ધન્યશ્રેષ્ઠી શીલવાન, ર્મિષ્ઠ અને શ્રાવકના આચારવિચારને પાળવાવાળા વૃદ્ધ છતાં પણ શ્ર્વસ ટેકને નહિ છેડનારો અમારા ઘરની નજીકમાં રહે છે. શ્રાવકના એકવીસ ગુણ કરીને સહિત ને જીતેધરની ત્રિકાળ પૂજા કરનારો માર્ગાનુસારીના પાંત્રીસ ગુણે કરીને ચુક્ત એવા તે ધન્યશ્રેષ્ઠી પાસે અઢારકેટીસુવર્ણ છતાં પુત્ર પુત્રી આદિ સંતાન એક પણ ન હોવાથી પ્રતિ દિવસ સાત ક્ષેત્રમાં ધનને વાપરતા પોતાના દિવસે સુખમાં વ્યતીત કરે છે. તેને ગુણે કરીને ચુક્ત અને પતિમાં ભક્તિવાળી ગુણસુંદરી