________________
૪૩૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મળતી નથી. તેમ તમે પણ હે શ્રેણી! સ્વયં હું તમને વરવા આવેલી છું માટે તમે મારી સાથે લગ્ન કરવાને તૈયાર થાઓ, નહિતર પસ્તાવો કરવાનો સમય તમોને આવશે.”
રત્નમંજરીના અતિ આગ્રહથી ધન્યશેઠ આખરે ઢીલા થયા. શેઠનું મન પોતાની તરફ ઢળેલું જાણું રત્નમંજરી બોલી, “શેઠ! મન, વચન અને કાયાથી હું તમને વરી છું ને આ વરમાળા તમારા કંઠમાં નાખું છું.' એમ કહી પિતાની પાસે રહેલી વરમાળા શેઠના કંઠમાં પહેરાવી દીધી, ને રત્નમંજરી ધન્ય શેઠને પરણવાને ઉસુક થઈ.
રત્નમંજરીના માતાપિતાને આ વાતની ખબર મળતાં એના માતાપિતાએ મોટા ઉત્સવપૂર્વક ધન્ય શેઠને રત્નમંજરી પરણાવી દીધી. રત્નમંજરી ધન્ય શેઠની ધર્મપત્ની બની સાસરે આવી; ધન્ય શેઠની સેવા ચાકરી કરવા લાગી પતિના પાદને પ્રક્ષાલન કરેલા જળનું જ તે પાન કરતી, તેમજ પતિને ભેજન કરાવ્યા પછી જ તે ભજન કરતી હતી. હંમેશાં કામકાજ પુરતું જ પરપુરૂષ સાથે તે બેલતી હતી; અન્યથા મૌનવ્રતને ધારણ કરતી. સારા આચાર વિચારને પાળતી. કેઈના ઉપર ગુસ્સે પણ ન કરતાં તે અલ્પ ષિણી થઈ છતી પતિના સુખે સુખી ને દુઃખે દુ:ખી બની કાલ વ્યતીત કરતી હતી. એથી લેકે માં એના શીલને અદ્દભુત મહિમા ગવાયે. નગરમાં અનેક પ્રકારે એના શીલની વાત થતી. “અરે! એ રત્નમંજરીના શીલના મહામ્યથી તે વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થયેલા લોકેના અનેક રોગો નાશ પામી જાય છે; તેમજ કાશ, શ્વાસ અને ક્ષય જેવા ભયકર રગે પણ ક્ષય પામી જાય છે. અરે, વિશેષ શું કહીએ, એના શીલને પ્રભાવ અદ્ભુત અને અપૂર્વ છે. તે અપુત્રીયાને પુત્ર આપે છે, નિધનને ધનવાન બનાવે છે, શુષ્ક થયેલ વન પણ એની દૃષ્ટિ પડતાં