________________
પ્રકરણ ૫૩ મું
૪૩૧ નવપલ્લવ બની જાય છે, સર્ષ કુલમાળ થાય છે, અને અગ્નિ ઠંડે પડી જાય છે એ તો એના શીલને પ્રભાવ છે. રત્નમંજરીના શીલની લેકે અનેક પ્રકારે પ્રશંસા કરતા હતા. એવી એ પતિવ્રતા અને સતીઓમાં શિરમણ નારી રત્નમંજરીની અધિક તે શું વાત આપશ્રીને કહીએ ?
આ રીતે મંત્રીએ રાજા વિક્રમને રત્નમંજરીને અત્યાર સુધીને ઈતિહાસ રસપૂર્વક કહી સંભળાવ્યો.
રત્નમંજરીની સતીત્વની હકીકત સાંભળી રાજા વિકમ પણ મસ્તક ધુણાવવા લાગે ત્યારપછી રાજાએ સભા વિસર્જન કરી.
રાજા વિક્રમે, રત્નમંજરીને લેકે વખાણે છે તેવી છે કે નહિ તેની ખાતરી કરવા માટે રાત્રીને સમયે તેના ઘરમાં રહીને તેની ચર્ચા જેવાને વિચાર કર્યો, અને આ દિવસ જેમ તેમ વ્યતીત કરી રાજા તેજ રાત્રીના સમયે નગરચર્ચા જેવા નીકળે.
પ્રકરણ ૫૩ મું.
એક જ ભુલ यौवनं धनसंपत्तिः प्रभुत्वनविवेकिता ।
कैकमप्यनर्थाय, किंमुयत्र चतुष्टयम् ।। ભાવાર્થ –આ જગતમાં યૌવન, લક્ષ્મી, ઠકુરાઈ અને વિવેકરહિતપણું એ એક એક વસ્તુ પણ જીવને અનર્થ કરનારી છે. દુર્ગતિએ લઈ જનારી છે, તો પછી જ્યાં ચારે વસ્તુઓ ભેગી મળેલી હોય તેવા પ્રાણુની દશા શી? આવતા ભવમાં એને માટે રહેવાનું સ્થાન કયાં ?
“હે સુભગે ! આ નગરમાં ભમતે અત્યારે તારે