________________
પ્રકરણ ૫૩ મું
કર ભાવાર્થ – આ જગતમાં પ્રાણીઓ માટે નરકનાં ચાર દ્વાર કહ્યાં છે; અર્થાત નરકમાં જવા માટે આ જગતમાં ચાર ધોરી રસ્તા છે–પહેલું રાત્રીજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજુ બળ અથાણું અથવા ગોરસ સાથે કઢેળ ભક્ષણને ચેથું અનંતકાયનું ભક્ષણ તેમજ માર્કડ નામના ઋષિ કહે છે કે દિવસ અસ્ત થયા પછી પાણી વાર બરાબર થઈ જાય છે કે અન્ન માંસ બરાબર છે, માટે સમજી જજોએ અન્ન કે પાણી દિવસ અસ્ત થાય ત્યારથી તે દિવસ ઉદય થાય ત્યાંસુધી લેવું નહિ.
અરે મુસાફર! તમે ધન્ય છે! પુણવાન છે, જે ધર્મને વિષે તમારી આવી બુદ્ધિ છે.” રત્નમંજરી પાર્થીની પ્રશંસા કરી, તેમને સગવડ કરી આપી પોતાના મકાનમાં ચાલી ગઈ. મુસાફર પણ પોતાને આપેલી માએ કપટનિદ્રાએ કરીને સૂઈ ગયા.
રત્નમંજરીએ પતિની પાસે આવી પતિના ચરણd પ્રક્ષાલન કર્યું. પતિના એ ચરણ જળથી પિતાના અંગને પ્રક્ષાલન કરી પવિત્ર કર્યું. પિતાના હાથના ટેકાથી પતિને શયનગૃહમાં લઈ જઈ પલંગ ઉપર સુવાડયા, ને થોડીવાર સુધી એ સતીએ તેમના ચણુ દબાવ્યા. પતિની ભક્તિ કરીને સતી રત્નમંજરી પિતાની શયામાં આવીને પઢી ગઈ.
પેલો મુસાફર રત્નમંજરીની આ ચેષ્ટાથી ચક્તિ થઈ ગયો. “વાહ, શી તારી પતિભક્તિ! આવી સતી. એથી જ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. આવી સતીએ ઘરની આબરૂ વધારે છે. જે પુરૂષોને આ રનમંજરી જેવી સ્ત્રી હોય એના જીવિતને ધન્ય છે. દેવતાઓથી પણ આવી સતીઓ પૂજાય છે; સ્તુતિ કરાય છે.” સતી રત્નમંજરીની પ્રશંસા કરતા પેલો મુસાફર (રાજા વિકમ) ૨૮