________________
પ્રકરણ ૫૦ મું
૪૧૫ દયા પાળવાથી બળવાન અને દીર્ઘજીવી થાય છે, અન્નદાન કરનાર સુખી રહે છે ને ઔષધદાન કરનાર નીરોગી રહે છે.
સિદ્ધસેનસુરિ વિહાર કરતા અવંતીમાં આવ્યા. રાજાએ એમનાં વ્યાખ્યાનને રાજ લાભ લેવા લાગ્યો. રાજા બાર વ્રતધારી શ્રાવક થયો હતો, અને ભગવાનની પૂજા કરતો તે જૈનધર્મનું યથાશક્તિ પાલન કરતે હતો. પ્રતિદિવસ વ્યાખ્યાનના શ્રવણથી રાજાનાં પરિણામ શુદ્ધ રંગવાળાં થયેલાં હતાં. એક દિવસે રાજા વિક્રમે ગુરૂને પિતાને પૂર્વભવ પૂછયો: “સ્વામિન ! પરભવમાં મેં શું કરણ કરે. લી કે આ ભવમાં આવું સપ્તાંગ રાજ્ય મળ્યું ? અગ્નિવેતાલ અને ભટ્ટભાવ જેવા મિત્રો મળ્યા? ને હું ખર્પરક જેવા ચારને નાશ કરનાર થયો ? ”
રાજાની વાત સાંભળી સિદ્ધસેનસૂરિ બોલ્યા: “હે રાજન ! તારે પૂર્વભવ સાંભળ! અઘાટપુર નગરમાં ચંદ્ર નામને એક પંડિત દરિદ્ર અવસ્થામાં પિતાના દિવસે ગુજારતે હતો. રામ અને ભીમ એ નામના મિત્રો પણ તેના જેવાજ ગરીબ હતા. એ ત્રણે જણ વિચાર કરી દ્રવ્ય કમાવા માટે કાંઈક ભાતું લઈને લક્ષ્મીપુર તરફ ચાલ્યા. માર્ગમાં એક તળાવની પાળ ઉપર તેઓ ભાતું ખાવા બેઠા. તે સમયે ભાગ્યયોગે કર્મની સાથે વિગ્રહ કરનારા કેઈ બે સાધુ તપથી કશ થયેલા ત્યાં આવ્યા. ભિક્ષાથે ત્યાં આવેલા તે બને મુનિઓને જેઈ ચંદ્રના હૃદયમાં પુણ્યયોગે સારી ભાવના જાગૃત થઈ. આ તપથી કૃશ થયેલા મુનિએ આત્મધ્યાનમાં જ મગ્ન રહી સંસારની બાહ્ય ઉપાધીઓથી હંમેશાં દૂર રહે છે. આવા મોટા મુનિઓ ભાગ્યે જ અતિથિરૂપે આવે છે. સારા પરિણામથી ઉભા થઈ નમસ્કાર કરી ચંદ્ર એ બને