________________
પ્રકરણ ૪૯ મું
૪૧૩ પ્રાત:કાળે રાજાએ પોતાના સેવકે મોકલીને અઘટકુમાર અને તેની પત્ની પદ્માવતીને રાજમહેલમાં તેડાવ્યાં; તેમને આદરસત્કાર કર્યો; સુંદર રસવતીથી તેમને રાજી કર્યા; રાજાની આ રીતભાતથી મંત્રીઓમાં તેમજ સેવકેમાં ખળભળાટ મચે: “આજકાલના આવેલા આ રૂપચંદ્રનાં આ તે શાં માન ! અમે શું રાજાને વફાદાર નથી ?”
રાજા સભામાં આવ્યો. મંત્રીઓ અને બીજા સર્વે સભામાં બેઠેલા હતા. અઘટકુમાર પણ સભામાં પિતાની જગ્યાએ બેઠો હતો. ત્યારે રાજાએ મંત્રીઓની સામે જોઈ અઘટકુમારને કહ્યું, “અઘટકુમાર ! તમારે કેટલા પુત્ર છે ?”
‘માત્ર એક જ પુત્ર છે.” “એ પુત્ર કયાં છે, તેને હાજર કરે ! ” રાજાની વાણી સાંભળી અઘટકમર ચમક્યો. મહારાજ ! એ તો એને મોસાળ છે.”
રૂપચંદ્ર! સત્ય વાત કહે, આ રાજસભામાં સત્ય વાત કહી સંભળાવ કે તારે પુત્ર કયાં છે? હું તે બધી વાત તારી જાણું છું.”
અઘટકુમાર વિચારમાં પડયો! મહારાજ બધું શી રીતે જાણે? શું તેમણે છુપાઈને મારી પૂંઠે આવી જોયું હશે. વિચાર કરી અઘટકુમારે રાત્રી સંબંધી વૃત્તાંત-પેતાના પુત્રને દેવીને ભેગ આપે ને શું કરવા આપે- તે બધું કહી સંભળાવ્યું. રૂપચદ્રની વાત સાંભળી આખી રાજસભા દીંગ થઈ ગઈ; “વાહ! શું એની રાજ પરની વફાદારી ! શું એની રાજભક્તિ ! ”
રાજાએ રૂપચંદ્રને કહ્યું; “રૂપચંદ્ર! તેં તે અપૂર્વ રાજભક્તિ-સ્વામિભક્તિ બતાવી છે. રાજ્યભક્તિ કરતાં